
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર હવે વધુ એક મોંઘવારી બોમ્બ પડ્યો છે. અહીં પેટ્રોલની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી, પેટ્રોલની કિંમત 282 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડે પહોચી ગઈ છે. નાણા પ્રધાન ઈશાક ડારે શનિવારે મોડી રાત્રે પેટ્રોલની કિંમતોમાં વધારાની જાહેરાત કરી હતી. જો કે, તેમણે એ પણ જણાવ્યું કે ડીઝલ અને લાઇટ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે પહેલાની જેમ 293 અને 174.68 રૂપિયામાં મળી રહ્યું છે.
આ પણ વાચો: Pakistan Crisis : પાકિસ્તાનની હાલત કફોડી ! હવે ફ્લોર મિલ માલિકોએ શાહબાઝ સરકારનું વધાર્યું ટેન્શન
પાકિસ્તાન પહેલાથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. લોકો એક ટાઈમનું ખાવાનું પણ મળી રહ્યું નથી. ખાસ કરીને રમઝાન માસમાં મોંઘવારીના કારણે લોકો ત્રસ્ત બન્યા છે. આવી સ્થિતિમાં પેટ્રોલના વધતા ભાવને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે. તે જ સમયે, નાણા પ્રધાન ઇશાક ડારના જણાવ્યા અનુસાર, પેટ્રોલની વધેલી કિંમતો રવિવારે બપોરે 12 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે.
તેમણે એ પણ માહિતી આપી કે છેલ્લા 15 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં પેટ્રોલની કિંમત 282 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે હાઈ-સ્પીડ ડીઝલ (HSD) અને લાઇટ ડીઝલ ઓઈલની કિંમત 293 રૂપિયા પ્રતિ લીટર અને 174.68 રૂપિયા પ્રતિ લીટર છે.
આ પહેલા 31 માર્ચે ઈશાક ડારે જાહેરાત કરી હતી કે આગામી 15 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય. આ પહેલા 15 માર્ચે પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને હાઈ સ્પીડ ડીઝલની કિંમતમાં 13 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સરકાર દર 15 દિવસે પેટ્રોલિયમની કિંમતોની સમીક્ષા કરે છે.
બીજી તરફ, નબળી પરિસ્થિતિઓથી ઝઝૂમી રહેલું પાકિસ્તાન લાંબા સમયથી લોન માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે પહોંચી રહ્યું છે. IMF લાંબા સમય પછી શરતો સાથે લોન આપવા માટે તૈયાર છે. IMFએ સરકારને સબસિડીનો બોજ ઘટાડવા કહ્યું છે. આ અંતર્ગત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…