Pakistan Against Protest: ભારતમાં જોડાવા માંગે છે POK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો, જુઓ VIDEO

પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. લોકો એક એક ટાઈમનું ખાવા માટે પણ તડપી રહ્યા છે. પાકિસ્તાનમાં લોકો મુઠ્ઠીભર લોટ માટે તરસી રહ્યા છે. દેશની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો આત્મહત્યા કરવાની વાત પણ કરી રહ્યા છે.

Pakistan Against Protest: ભારતમાં જોડાવા માંગે છે POK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો, જુઓ VIDEO
Image Credit source: Tv9 ભારતવર્ષ
| Edited By: | Updated on: Jan 13, 2023 | 4:42 PM

પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં જીવનજરૂરિયાતની વસ્તુના ભાવ આસમાને છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK), ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોએ ફરી એકવાર પાકિસ્તાન સામે હોબાળો કર્યો છે. આ લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ અને દમનકારી નીતિઓથી ખૂબ નારાજ છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK), ગિલગિટ-બાલ્ટિસ્તાનના સ્થાનિક લોકો ભારતના લદ્દાખ સાથે જોડવાની માંગ કરી રહ્યા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોમાં ભારે નારાજગી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. લોકો કારગીલ રોડ ખોલવાની માંગ કરી રહ્યા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારતના લદ્દાખ સાથે જોડવાની વાત પણ કરી રહ્યા છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

 

 

છેલ્લા 12 દિવસથી ચાલી રહ્યું છે પ્રદર્શન

પાકિસ્તાન સરકાર વિરુદ્ધ છેલ્લા 12 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોએ દેશમાં ઘઉં અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓ પર સબસિડીની લગાવવી, લેડ-શેડિંગ, ગેરકાયદેસર જમીન પર કબજો અને કુદરતી સંસાધનોના શોષણ જેવા ઘણા મુદ્દા ઉઠાવ્યા છે. અહીંના લોકોનો દાવો છે કે પાકિસ્તાની સેના ગિલગિટ-બાલ્ટિસ્તાનની જમીન અને સંસાધન પર બળજબરીથી કબજો કરી રહી છે.

આ પણ વાંચો: ભૂખ્યા બાળકો, રડતી માતાઓ, લાચાર પિતા… પાકિસ્તાનમાં ભૂખમરાથી લાચાર અને મરતા લોકો, જુઓ વાયરલ Video

પાકિસ્તાની સેના અને સરકાર સામે લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. અહીં જમીનનો મુદ્દો દાયકાઓથી ચાલી રહ્યો છે, પરંતુ 2015થી, સ્થાનિક લોકો દલીલ કરી રહ્યા છે કે જમીન ગિલગિટ બાલ્ટિસ્તાનના લોકોની છે, કારણ કે આ વિસ્તાર PoK હેઠળ આવે છે. જો કે, જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે જમીન પાકિસ્તાની રાજ્ય સાથે જોડાયેલી હોવાથી કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી નથી.

 

 

પાકિસ્તાનમાં ગંભીર આર્થિક સંકટ

પાકિસ્તાન હાલમાં એટલી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તે લોકો મુઠ્ઠીભર લોટ માટે તરસી રહ્યા છે. દેશની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો આત્મહત્યા કરવાની વાત પણ કરી રહ્યા છે. ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. 10 કિલો લોટની બોરીની કિંમત 3100 પાકિસ્તાની રૂપિયા સુધી છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં લાંબી કતારોમાં લાગેલા લોકો લોટ માટે તરસી રહ્યા છે. જો લોટ નહીં મળે તો આ લોકો રસ્તા પર પડીને મરી જવાની ધમકી આપી રહ્યા છે.