સસ્તુ પેટ્રોલ ભરવા માટે નેપાળ જઈ રહ્યા છે ભારતના લોકો, જાણો પડોશી દેશમાં શું છે કિંમત ?

|

Nov 07, 2021 | 4:34 PM

દિવાળી પહેલા ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરીને કેન્દ્ર સરકારે લોકોને થોડી રાહત આપી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવા છતાં બિહાર અને નેપાળની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં રહેતા લોકો તેનો લાભ લઈ રહ્યા નથી.

સસ્તુ પેટ્રોલ ભરવા માટે નેપાળ જઈ રહ્યા છે ભારતના લોકો, જાણો પડોશી દેશમાં શું છે કિંમત ?
Petrol - Diesel Price

Follow us on

દેશની સામાન્ય જનતા આ દિવસોમાં મોંઘવારીથી પરેશાન છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય જનતાને હેરાન કરી છે. જો કે દિવાળી પહેલા ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરીને કેન્દ્ર સરકારે લોકોને થોડી રાહત આપી છે. ભારતમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ(Diesel)ના ભાવમાં ઘટાડો થવા છતાં બિહાર અને નેપાળ(Nepal)ની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં રહેતા લોકો તેનો લાભ લઈ રહ્યા નથી.

બિહાર અને નેપાળ સરહદને અડીને આવેલા યુપીના મોટાભાગના ગામોના લોકો નેપાળ જઈને કારમાં પેટ્રોલ ભરાવી રહ્યા છે, તેનું મુખ્ય કારણ એ છે કે નેપાળમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel price in Nepal) ખૂબ સસ્તું છે. નેપાળમાં ભારતની સરખામણીએ નેપાળમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘણી ઓછી છે.

નેપાળ સરહદને અડીને આવેલા બિહારના રક્સૌલમાં પેટ્રોલની કિંમત 107 રૂપિયા 92 પૈસા અને ડીઝલની કિંમત 92 રૂપિયા 98 પૈસા પ્રતિ લીટર છે. રક્સૌલમાં પેટ્રોલ અને ડીઝલના આ દરો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ટેક્સ છૂટ બાદ છે. બિહારની દૃષ્ટિએ આજે ​​પણ નેપાળમાં પેટ્રોલ 25 રૂપિયા 17 પૈસા અને ડીઝલ 20 રૂપિયા 95 પૈસા સસ્તું છે. સસ્તું પેટ્રોલ મળવાના કારણે લોકો નેપાળ તરફ વળ્યા છે.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

તમને જાણીને નવાઈ લાગશે કે રક્સૌલને અડીને આવેલા નેપાળના પારસા જિલ્લામાં એક લિટર પેટ્રોલની કિંમત 132.25 નેપાળી રૂપિયા અથવા 82.65 ભારતીય રૂપિયા છે. ડીઝલની કિંમત પણ 115.25 નેપાળી રૂપિયા અથવા 72.03 ભારતીય રૂપિયા પ્રતિ લિટર છે. નોંધનીય છે કે બિહાર અને નેપાળના સરહદી વિસ્તારોમાં નેપાળી રૂપિયો વ્યવહારીક રીતે પૂરજોશમાં છે. નેપાળના પર્સા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના આટલા ઓછા દરોને કારણે, રક્સૌલ જેવા સરહદી સ્થળોએ રહેતા લોકો હવે તેને નેપાળથી ખરીદી રહ્યા છે.

જો કે બીજી તરફ, ભારતમાં નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પેટ્રોલના વેચાણમાં 21 ટકા અને ડીઝલના વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે. આગામી મહિનામાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર તેની કુલ કર આવકના 41 ટકા રાજ્યો સાથે વહેંચે છે. કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે આ વર્ષે સરકાર કેન્દ્ર દ્વારા એકત્રિત કર અને ફીમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 6,65,563 કરોડ રૂપિયા આપશે.

 

આ પણ વાંચો: શું દિવાળી છે પ્રદુષણનું કારણ ? વગર તહેવારે ચીન-પાકમાં હવાનું સ્તર અતિ ખરાબ, ટોપ-10 પ્રદુષિત શહરોમાં ભારત ત્રીજા નંબર પર

આ પણ વાંચો: Success Story: પત્રકારે 3 માળના ઘરને હાઇડ્રોપોનિક્સ ફાર્મમાં રૂપાંતરિત કર્યું, વર્ષે 70 લાખ રૂપિયાની કરે છે કમાણી

Next Article