China : લોખંડના બોક્સમાં લોકોને કરાઇ રહ્યા છે ક્વોરૅન્ટીન, કોરોનાના નામે ચીનનો અત્યાચાર

|

Jan 12, 2022 | 3:59 PM

ચીનમાં, જે લોકો કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા તેમને પણ અલગ-અલગ બોક્સમાં બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને તેઓ અન્ય લોકોને સંક્રમિત ન કરી શકે.

China : લોખંડના બોક્સમાં લોકોને કરાઇ રહ્યા છે ક્વોરૅન્ટીન, કોરોનાના નામે ચીનનો અત્યાચાર
China : People being quarantined in iron boxes (File Photo)

Follow us on

કોરોના વાયરસના (Coronavirus) સંક્રમણને ફેલાતો અટકાવવાના નામે ચીન (China) પોતાના જ દેશના લોકો પર ભયંકર અત્યાચાર કરી રહ્યું છે અને ચીનથી આવી રહેલા અહેવાલો હ્રદયસ્પર્શી છે. રિપોર્ટ અનુસાર, ચીનમાં કોરોના સંક્રમિત લોકોને શી જિનપિંગના અધિકારીઓએ લોખંડના બોક્સમાં બંધ કરીને રાખ્યા છે અને ચીનમાં 2 કરોડથી વધુ લોકોને કેદમાં રાખવામાં આવ્યા છે. શી જિનપિંગે ઝીરો કોવિડ પોલિસીના નામે લોકો પર અત્યાચારની તમામ હદો વટાવી દીધી છે.

એક મીડિયા કંપનીએ ઘણા વીડિયો સાર્વજનિક કર્યા છે, જેમાં લોકોને લોક રાખવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ચીનના શિયાન, આન્યાંગ અને યુઝોઉ પ્રાંતમાં કોરોના સંક્રમિત દર્દીઓને લોખંડના બોક્સમાં બંધ રાખવામાં આવી રહ્યા છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગર્ભવતી મહિલાઓને પણ લોખંડના બોક્સમાં બંધ કરી દેવામાં આવી છે. આ સાથે કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને પણ અલગ-અલગ બોક્સમાં બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી તેઓ અન્ય લોકોને ચેપ ન લગાડી શકે.

અહેવાલમાં જણાવ્યું છે કે, શિઆન સહિત અન્ય કેટલાક શહેરોમાં કુલ 20 મિલિયનથી વધુ લોકો કેદ થયા છે. શિઆન શહેરમાં, 13 મિલિયન લોકો ક્વોરૅન્ટાઇનના નામે તેમના ઘરોમાં કેદ છે અને તેમને કોઈપણ સંજોગોમાં તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી.  સેંકડો લોકો બોક્સમાં બંધ થઈ ગયા છે. આ લોકોને બોક્સ સાથે ટોઇલેટ આપવામાં આવે છે અને બે અઠવાડિયા સુધી લોખંડના બોક્સમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે. અહેવાલ અનુસાર, ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયોમાં લોકો બોક્સમાં જોવા મળે છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

ચીની મીડિયાના અહેવાલ મુજબ, કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરનારા ત્રણ લોકોને ચાર વર્ષ માટે જેલમાં મોકલવામાં આવ્યા છે. જેના કારણે બંદરીય શહેર દલિયાના લોકો ભયંકર રીતે ભયભીત છે, લોકો સવાલ પૂછી રહ્યા છે કે, સરકારની ‘ઝીરો કોવિડ પોલિસી’માં ક્ષતિ માટે આટલી આકરી સજા કેમ? સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ ચાર લોકોના કારણે 83 લોકો કોરોના સંક્રમિત થયા છે. ડાલિયન ઉપરાંત, તિયાનજિનમાં પણ 14 મિલિયન લોકો સખત કોવિડ પ્રતિબંધો હેઠળ છે અને ધીમે ધીમે ત્યાં કડક પગલાં લઈ રહ્યા છે. તિયાનજિનમાં છેલ્લા 24 કલાકમાં 33 સ્થાનિક કોવિડ સંક્રમિત મળી આવ્યા છે, જે બાદ કડકાઈ વધુ વધારવામાં આવી છે.

આ પણ વાંચો –

World Passport Ranking 2022 જાહેર, ભારતીય પાસપોર્ટ ધારકોને 60 દેશમાં Prior Visa વગર મળશે એન્ટ્રી

આ પણ વાંચો –

યમનના હુતી વિદ્રોહીઓએ UAEનું જહાજ કબજે કરતા 11માંથી 7 ભારતીય કેદ, તમામ લોકોની મુક્તિ માટે પગલા લેવાવાના શરૂ

Next Article