બ્રિટનમાં મુસાફરી પ્રતિબંધ સામે લોકો નારાજ, પીએમ જોહ્ન્સને કહ્યું – ‘યુઝર્સ-ફ્રેન્ડલી સિસ્ટમ’ દ્વારા મુસાફરીને મંજૂરી આપશે

|

Aug 03, 2021 | 4:18 PM

કોરોનાના નવા વેરિઅન્ટના ભયને કારણે બ્રિટનની સરકારે ઘણી જગ્યાએ મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે મોટી સંખ્યામાં લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. આ જ કારણ છે કે લોકોમાં સરકાર પ્રત્યે રોષ છે.

બ્રિટનમાં મુસાફરી પ્રતિબંધ સામે લોકો નારાજ, પીએમ જોહ્ન્સને કહ્યું - યુઝર્સ-ફ્રેન્ડલી સિસ્ટમ દ્વારા મુસાફરીને મંજૂરી આપશે
Boris Johnson

Follow us on

બ્રિટનના (Britain) વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને (Boris Johnson) સોમવારે કહ્યું હતું કે, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને એક આસાન યુઝર ફ્રેન્ડલી સિસ્ટમ દ્વારા આગળ વધતો જોવાની ઈચ્છા છે. જેથી કોરોના વાયરસના નવા વેરિઅન્ટથી બચીને વિદેશ યાત્રાને મંજૂરી મળે. જોહ્ન્સને પત્રકારોને કહ્યું, આપણે લોકો, મુસાફરી ઉદ્યોગને ફરી એક વાર આગળ લઈ જવાનું છે. અમે એક અભિગમ ઈચ્છીએ છીએ જે આપણે
શક્ય હોય તેટલો સરળ બનાવી શકીએ.

વિશ્વના ઘણા દેશોની તુલનામાં બ્રિટને તેની વસ્તીના મોટા ભાગને સંપૂર્ણ રસીકરણ કર્યું છે. પરંતુ સરકારે કોરોનાના નવા વેરિઅન્ટના ડરને કારણે ઘણી જગ્યાએ મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. તેના કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે તેના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે અને અર્થતંત્રને પણ નુકસાન થઈ રહ્યું છે. જોહ્ન્સનના પ્રવાસના નિયમોથી બ્રિટનના કેટલાક યુરોપિયન સાથીઓ ગુસ્સે થયા છે. આ ઉપરાંત લાખો બ્રિટિશ પ્રવાસીઓ નિરાશ થયા છે અને એરપોર્ટ, એરલાઇન્સ અને ટૂર કંપનીઓએ સરકારને ચેતવણી આપી છે.

ઋષિ સુનકે મુસાફરી પ્રતિબંધોમાં છૂટછાટની પણ માગ કરી હતી
નાણામંત્રી ઋષિ સુનકે જોહ્ન્સનને લખેલા પત્રમાં મુસાફરી પ્રતિબંધો તાત્કાલિક હળવા કરવાની માગ કરી હતી. આ પત્ર મીડિયા સમક્ષ લીક થયો હતો. એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાની ચિંતાને કારણે બ્રિટન સ્પેન જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળોના મુલાકાતીઓને ચેતવણી આપવાની યોજના ધરાવે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આવા પગલાથી વિદેશમાં પહેલેથી જ 10 લાખ જેટલા બ્રિટિશ પ્રવાસીઓની હિજરત શરૂ થઈ શકે છે. આ મુસાફરી ઉદ્યોગને ઘણું નુકસાન થશે અને ઉનાળાના પ્રવાસન મોસમને નુકસાન થશે.

સંપૂર્ણ રસીકરણ કરનારા મુસાફરોને રાહત આપવામાં આવી છે
બ્રિટનના પરિવહન મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જે દિવસે પ્રવક્તાએ આમ કર્યું તે દિવસે, યુ.એસ. અને મોટાભાગના યુરોપમાંથી આવતા સંપૂર્ણ રસી લેનારા મુસાફરો અંગે નિયમો હળવા કરવામાં આવ્યા.

ગુરુવારે ફરીથી અપડેટ કરાયેલા નિયમો અનુસાર, સંપૂર્ણ રસીકરણ કરનારા મુસાફરોએ યુકે પરત ફર્યા બાદ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે નહીં. પરંતુ રેડ લિસ્ટમાંથી આવતા મુસાફરોએ 1,750 પાઉન્ડ ચૂકવીને 10 દિવસ સુધી હોટલમાં રહેવું પડશે.

 

આ પણ વાંચો : હાથના કર્યા હૈયે વાગ્યા, ડેલ્ટા વાયરસથી ગભરાયુ ચીન, અનેક શહેરમાં લાદી કડક પાબંદી

આ પણ વાંચો : ઇમરાન ખાનની અજ્ઞાનતા, ભારતની વસ્તી એક અબજ 300 કરોડ જણાવી, જુઓ વીડિયો

Next Article