Pakistan ની ‘તિજોરી’ ખાલી ખમ્મ, બચ્યાં છે માત્ર આટલા ડૉલર, શુ શ્રીલંકા જેવી થશે હાલત ?

|

Aug 12, 2022 | 5:56 PM

Pakistan economic crisis આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે વધુ એક ચોંકાવનારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, દેશનો વિદેશી મુદ્રા ભંડાર $8 બિલિયનથી પણ ઓછો થઈ ગયો છે. ઓક્ટોબર 2019 પછી આ સૌથી નીચું સ્તર છે.

Pakistan ની તિજોરી ખાલી ખમ્મ, બચ્યાં છે માત્ર આટલા ડૉલર, શુ શ્રીલંકા જેવી થશે હાલત ?
Pakistan PM Shahbaz Sharif
Image Credit source: Social Media

Follow us on

પાકિસ્તાનની (Pakistan) હાલત ગરીબીની ચરમસીમાએ પહોંચવાના રસ્તે છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર (foreign exchange reserves) તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને તે $8 બિલિયનની નીચે પહોંચી ગયો છે. 11 ઓક્ટોબર 2019 પછી પાકિસ્તાની વિદેશી મુદ્રા ભંડારનું આ સૌથી નીચું સ્તર છે. સ્વાભાવિક છે કે, આ સમાચાર પાકિસ્તાનને બિલકુલ રાહત આપવાના નથી અને જો પાકિસ્તાનને IMF તરફથી મદદ નહીં મળે તો દેશની આર્થિક સ્થિતિ શ્રીલંકા (Sri Lanka) જેવી જ થઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (State Bank of Pakistan) ના ડેટા અનુસાર, 5 ઓગસ્ટે વિદેશી મુદ્રા ભંડાર $7,830 મિલિયન નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ખરાબ સ્તર છે. 29 જુલાઈથી 5 ઓગસ્ટની વચ્ચે એટલે કે લગભગ એક સપ્તાહમાં પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં $555 મિલિયનનો ઘટાડો થયો છે. જો વિદેશી મુદ્રા ભંડાર આટલા રેકોર્ડ સ્તરે આવી જાય તો ટૂંક સમયમાં પાકિસ્તાન મોટા આર્થિક સંકટમાં ફસાઈ શકે છે.

પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક અનુસાર, વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાનું કારણ વિદેશી દેશોનું દેવું અને લેવડ-દેવડ છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓગસ્ટના આગામી ત્રણ સપ્તાહમાં દેવાની ચુકવણીનો બોજ થોડો ઓછો થવાની ધારણા છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લગભગ ત્રણ-ચતુર્થાંશ લોન ચૂકવવામાં આવી છે, જેના કારણે ઓગસ્ટના બાકીના ત્રણ અઠવાડિયામાં દેવાની ચુકવણીનો બોજ ઓછો થવાની આશા છે.

ચીન પાસેથી મોટી લોન લીધા બાદ પણ પાકિસ્તાનની હાલત કફોડી બની

પાકિસ્તાનમાં દાયકાઓથી રાજકીય અસ્થિરતા જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં કોઈપણ સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ યોગ્ય રીતે પૂર્ણ કરી શકતી નથી. આ સિવાય પાકિસ્તાનમાં એવા ઘણા કારણો છે જેના કારણે દેશ આર્થિક સંકટથી ઘેરાયેલો છે. તેને દૂર કરવા માટે પાકિસ્તાન સરકારે ચીન પાસેથી 2.3 અબજ ડોલરની જંગી લોન પણ લીધી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જો કે, સરકારે આ લોન કેટલી ઉંચી લેવામાં આવી છે તેનો ખુલાસો કર્યો નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે જે રીતે સરકારની તિજોરી ખાલી થઈ રહી છે, તેનાથી ટૂંક સમયમાં દેશની આર્થિક સ્થિતિ ખૂબ બગડી શકે છે. પાકિસ્તાન માટે વધુ ચિંતાજનક બાબત એ છે કે સરકાર તેના વિદેશી દેવું ચૂકવવા માટે અન્ય દેશો પાસેથી લોન લઈ રહી છે.

દેશ માટે વિદેશી હૂંડિયામણની અનામત હોવી શા માટે મહત્વપૂર્ણ છે?

કોઈપણ દેશ માટે યોગ્ય વિદેશી હૂંડિયામણ અનામત હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદેશી વિનિમય અનામત એ દેશની મધ્યસ્થ બેંકમાં રાખવામાં આવેલ ભંડોળ અથવા અન્ય અસ્કયામતો છે જેનો ઉપયોગ અન્ય દેશોમાંથી આયાત કરવા અને જરૂરિયાતના સમયે જવાબદારીઓ પૂરી કરવા માટે થાય છે.

Next Article