પાકિસ્તાનના વિદેશ પ્રધાનનું ઉંઘમાં નિવેદન, યુક્રેનને કહ્યું તમારી સેનાને પાછી વાળો, મંત્રણાથી યુદ્ધ ખતમ થશે

|

Feb 28, 2022 | 10:25 AM

પાકિસ્તાનના વિદેશ પ્રધાને તેમના યુક્રેનિયન સમકક્ષ સાથે ફોન પર વાત કરી છે. આ દરમિયાન તેમણે તાજેતરના સંઘર્ષ પર પાકિસ્તાનનો અભિપ્રાય શેર કર્યો.

પાકિસ્તાનના વિદેશ પ્રધાનનું ઉંઘમાં નિવેદન, યુક્રેનને કહ્યું તમારી સેનાને પાછી વાળો, મંત્રણાથી યુદ્ધ ખતમ થશે
Pakistan Foreign Minister Shah Mahmood Qureshi

Follow us on

Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન (Russia Ukraine Conflict) વચ્ચે યુદ્ધ ચાલુ છે. યુક્રેને વારંવાર વાતચીતનો માર્ગ માંગ્યો પરંતુ રશિયા રાજી ન થયું અને ગુરુવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(President Vladimir Putin)ના આદેશ પર યુક્રેન પર હુમલો કરવાનું શરૂ કર્યું. આ યુદ્ધનો આજે પાંચમો દિવસ છે અને રશિયન સેના (Russian Army) યુક્રેનને ચારે બાજુથી નિશાન બનાવીને રાજધાની કિવ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે. આમ છતાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી(Pakistan Foreign Minister Shah Mahmood Qureshi)એ એક અજીબ વાત કહી છે. રશિયાને બદલે તેણે યુક્રેનને સેના પાછી ખેંચી લેવા કહ્યું છે.

નોંધનીય છે કે હુમલા પહેલા છેલ્લા ઘણા મહિનાઓથી રશિયન સેના યુક્રેનની સરહદ પર તૈનાત હતી, જેના કારણે યુદ્ધની સંભાવના હતી. યુક્રેન અને પશ્ચિમી દેશોની વારંવાર વિનંતીઓ છતાં તેને દૂર કરવામાં આવ્યો ન હતો. પરંતુ પાકિસ્તાની મંત્રીના નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે તેમને કંઈ જ ખબર નથી. કુરેશીએ યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન, તેમણે તેમની વાતચીતમાં ‘ડી-એસ્કેલેશન’ (સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા) ના મહત્વને રેખાંકિત કર્યું.તે કદાચ ભૂલી ગયા હતા કે તેણે આ વાત રશિયાને કહેવાની હતી, કારણ કે હુમલો યુક્રેન પર થયો છે. યુક્રેન પર હુમલો થયો તે સમયે ઈમરાન રશિયામાં હતા.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, યુક્રેનના કુલેબા સાથે પાકિસ્તાની મંત્રીની ટેલિફોનિક વાતચીત અંગે, વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ કહ્યું, “વિદેશ મંત્રી કુરેશીએ પાકિસ્તાનના વિચારો શેર કર્યા છે. તેમણે ડિ-એસ્કેલેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો અને પરિસ્થિતિ પર ગંભીર ચિંતાનો પુનરોચ્ચાર કરતી વખતે કૂટનીતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પ્રવક્તા અનુસાર, વિદેશ પ્રધાન કુરેશીએ તેમના યુક્રેનિયન સમકક્ષને જાણ કરી હતી કે વડાપ્રધાન ઇમરાન ખાને તાજેતરમાં મોસ્કોની મુલાકાત લીધી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કુરેશીને ટાંકીને, પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની વડા પ્રધાને “આશા રાખી હતી કે રાજદ્વારી દ્વારા લશ્કરી સંઘર્ષ ટાળી શકાય છે.” પ્રવક્તાએ કહ્યું કે ઈસ્લામાબાદ માને છે કે વિવાદો વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલવા જોઈએ. પાકિસ્તાની મંત્રીએ યુક્રેનમાં પાકિસ્તાની સમુદાય અને વિદ્યાર્થીઓને બહાર કાઢવા અને તેમના ઘરે પરત ફરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

Next Article