તાલિબાન શાસનમાં પાકિસ્તાની સેનાને ઝટકો, TTP સાથેની અથડામણમાં ચાર સૈનિકો માર્યા ગયા

|

Jan 01, 2022 | 12:02 PM

પાકિસ્તાની સેનાએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાની તાલિબાન સાથેના ગોળીબારમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા છે.

તાલિબાન શાસનમાં પાકિસ્તાની સેનાને ઝટકો, TTP સાથેની અથડામણમાં ચાર સૈનિકો માર્યા ગયા
symbolic photo

Follow us on

પાકિસ્તાની સેનાએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાની તાલિબાન સાથેના ગોળીબારમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાની સૈન્યએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ અફઘાનિસ્તાન નજીક પાકિસ્તાની તાલિબાનના જૂના ગઢમાં બે સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં યુદ્ધવિરામના અંત પછી સશસ્ત્ર જૂથ અને પાકિસ્તાન સુરક્ષા દળો વચ્ચેનો આ સૌથી ઘાતક મુકાબલો છે. આતંકવાદીઓએ આ હુમલો ઉત્તર વજીરિસ્તાનના મીર અલી શહેરમાં કર્યો હતો.

પાકિસ્તાની સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, પહેલો હુમલો ઉત્તર પશ્ચિમમાં ટેંક જિલ્લામાં કરવામાં આવ્યો હતો. જેમાં બે સશસ્ત્ર લડવૈયા માર્યા ગયા હતા. બીજો દરોડો ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં થયો હતો, જેમાં ચાર સૈનિકો માર્યા ગયા તે પહેલા એક લડવૈયાની અટકાયત કરવામાં આવી હતી. ઉત્તર વજીરિસ્તાનના મીર અલી શહેરમાં સુરક્ષા દળોએ શંકાસ્પદ સ્થળો પર દરોડા પાડ્યા હતા. સેનાએ કહ્યું કે, એક ‘આતંકવાદી’ને હથિયારો અને દારૂગોળો સાથે પકડવામાં આવ્યો છે. નોંધનીય છે કે યુદ્ધવિરામની જાહેરાત બાદથી જ પાકિસ્તાન સરકારે ટીટીપીના આતંકવાદીઓને હથિયાર મુકવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

તહરીક-એ-તાલિબાને કરી પુષ્ટિ

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ને ‘પાકિસ્તાની તાલિબાની’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પાકિસ્તાનનું એક આતંકવાદી સંગઠન છે, જેના મૂળ અફઘાન તાલિબાન સાથે જોડાયેલા છે. TTP એ પુષ્ટિ કરી છે કે, સેનાએ તેના એક ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે આવેલો અશાંત વિસ્તાર લાંબા સમયથી અફઘાનિસ્તાનથી કાર્યરત TTP જેવા જૂથો માટે ગઢ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પેશાવરની સ્કૂલ હુમલામાં 150 બાળકોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે, TTPની સ્થાપના 2007માં થઈ હતી. આ સંગઠન 2014માં પેશાવર સ્કૂલ હુમલા માટે કુખ્યાત છે, જેમાં 150 બાળકો માર્યા ગયા હતા. બદલામાં, પાકિસ્તાને ટીટીપીને કચડી નાખવા માટે નક્કર પગલાં લીધાં, સંગઠનના લડવૈયાઓને અફઘાનિસ્તાનમાં છુપાઈ જવાની ફરજ પડી. કાબુલ પર તાલિબાનોના કબજા બાદ TTP ફરી એકવાર માથું ઉંચુ કરી રહ્યું છે, જેને પાકિસ્તાન રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

આ પણ વાંચો: Career in Floriculture: રંગબેરંગી ફૂલોની દુનિયામાં છે ઉજ્જવળ કારકિર્દી, જાણો સ્કોપ, કોર્સ, નોકરી અને કેટલો મળે પગાર

આ પણ વાંચો: Hotel Management College: હોટેલ મેનેજમેન્ટમાં યુવાનોની રુચિ સતત વધી છે, અહીં જુઓ ભારતની ટોચની 5 કોલેજ

Next Article