ભારતની રણનીતિથી પાકિસ્તાનના MP થથર્યા, કહ્યું ‘હું ઈંગ્લેન્ડ જતો રહીશ’

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર કેટલાંક કડક વલણો અપનાવ્યા છે. ભારતના કડક વલણોથી પાકિસ્તાનમાં હોબાળો મચ્યો છે અને ત્યાંની સરકાર તેમજ નેતા બંને ફફળી ગયા છે.

ભારતની રણનીતિથી પાકિસ્તાનના MP થથર્યા, કહ્યું હું ઈંગ્લેન્ડ જતો રહીશ
| Updated on: May 04, 2025 | 3:00 PM

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર કેટલાંક કડક વલણો અપનાવ્યા છે. જણાવી દઈએ કે, ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. બસ ભારતના આવા કડક વલણોથી પાકિસ્તાનમાં હોબાળો મચ્યો છે અને ત્યાંની સરકાર તેમજ નેતા બંને ફફળી ગયા છે.

ભારત અને પાકિસ્તાન યુદ્ધ થવાની શક્યતા છે અને એવામાં પાકિસ્તાનના નેશનલ એસેમ્બલીના સદસ્ય શેર અફઝલ ખાન મારવતની એક વાત સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે. એક રિપોર્ટરે શેર અફઝલ ખાન મારવતને પૂછ્યું કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગી યુદ્ધ થશે તો તે શું કરશે? આનો જવાબ આપતા શેર અફઝલ ખાન મારવત બોલ્યા કે, ‘જો યુદ્ધ થશે તો હું ઈંગ્લેન્ડ રવાના થઈ જશે.’

સેના પર ભરોસો નથી

શેર અફઝલ ખાન મારવતની આ વાત થોડાંક જ ક્ષણોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. શેર અફઝલ ખાન મારવતની આ વાતથી ઘણા લોકોએ તેમની ટીકા કરી અને કહ્યું કે, જો પાકિસ્તાનની સરકારને અને નેતાને જ તેમની સેના પર ભરોસો નથી તો સામાન્ય જનતા શું કરશે?

જણાવી દઈએ કે, શેર અફઝલ ટીકા કરી હતી. મારવતની ટીકાથી ઈમરાન ખાન નિરાશ થયા અને મારવતને પાર્ટીના ખાસ પદો પરથી હટાવી દેવામાં આવ્યા.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.