4 અને 5 મેના રોજ ભારતના ગોવાના પણજીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની પરિષદ યોજાવા જઈ રહી છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવશે. 2014 પછી આ પ્રથમ વખત હશે જ્યારે પાકિસ્તાનના કોઈ ઉચ્ચ સ્તરીય નેતા ભારતની મુલાકાતે આવશે. આ કોન્ફરન્સને લઈને ભારતમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પાકિસ્તાનમાં આને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે.
બિલાવલના ગોવા આગમન પહેલા પૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) કમર જાવેદ બાજવા સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. બાજવાએ ભારત સાથેના સંબંધો સુધારવા માટે પડદા પાછળ ઘણા પ્રયત્નો કર્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો માની રહ્યા છે કે, બિલાવલ ભુટ્ટોનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારત-પાકિસ્તાન બાબતોના નિષ્ણાત શહજાદ ચૌધરીએ મીડિયામાં એક લેખ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, બાજવા નવેમ્બર 2022માં નિવૃત થયા હતા. તેના પર જે પણ આરોપો લગાવવામાં આવ્યા છે, તે કેટલા સાચા છે તે જાણી શકાયું નથી. પરંતુ પાકિસ્તાનની ભારતની નીતિ આજ દિન સુધી બદલાઈ નથી. કમર જાવેદ બાજવાની આ નિતીને બદલવા માંગતો હતો, પરંતુ તેમ તે કરી શક્યો નહીં. તેમના મતે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મંદીમાંથી પસાર થઈ રહી છે.
દેશની રાજકીય સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વળી, હવે કાશ્મીર અને ભારત-પાકિસ્તાન વિશ્વ માટે કંટાળાજનક અને જુનો મુદ્દો બની ગયો છે. તેમનું કહેવું છે કે, ભારત આર્થિક અને રાજકીય સ્તરે વિશ્વમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. કાશ્મીરના લોકો છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાની કિંમત ચૂકવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા આ મુદ્દે જે પણ દલીલો આપવામાં આવે છે, તે સંપૂર્ણપણે નિમ્ન સ્તરની છે. તેમનું કહેવું છે કે, કાશ્મીર વિશે વિચારવું પડશે કારણ કે, અહીંના લોકોએ ખુબ સહન કર્યું છે.
શહજાદ ચૌધરીનું કહેવું છે કે, કાશ્મીરના લોકોના જીવનને સુધારવા માટે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીતની જરૂર છે. કાશ્મીરીઓ પછી પાકિસ્તાનીઓનો નંબર આવે છે. જેઓ ભાગલા પછીના સૌથી ખરાબ આર્થિક સમય પસાર થઈ રહ્યા છે. આ લોકોને રાહત અને રોજગારની જરૂર છે જેથી તેઓ સારું જીવન જીવી શકે. સારા અર્થતંત્રનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે ભારત સાથે વેપાર ફરી શરૂ થશે. પાકિસ્તાને પ્રાદેશિક ધોરણે ભારત સાથે સંબંધોને પુનર્જીવિત કરવા પડશે. તેમનું કહેવું છે કે, વેપારને કાશ્મીર અને એલઓસીથી અલગ કરીને સક્રિય રાખવાની જરૂર છે. પાકિસ્તાનમાં દરેક સંસાધનો ઉપલબ્ધ કરાવવા હોય તો કનેક્ટિવિટી અને સંવાદ વધારવાની સખત જરૂર છે.
પાકિસ્તાનના પ્રખ્યાત રાજનેતા શહઝાદનું માનવું છે કે, આ બધું સમાંતર પ્રવાહમાં ચાલી શકે છે અને તેને અલગ રીતે આગળ લઈ જઈ શકાય છે. તેમનું કહેવું છે કે, જે વસ્તુઓ સરળ છે અને સરળતાથી કરી શકાય છે તેને પ્રાથમિકતા આપવી જોઈએ. આજે ભારતને કદાચ પાકિસ્તાનની જરૂર નથી. પરંતુ પાકિસ્તાનને ભારતની સૌથી વધુ જરૂર છે. વ્યૂહાત્મક રીતે, આ કદાચ ખરાબ સ્થિતિ છે પરંતુ તેના વિશે વિચારવું પડશે. આ સંબંધને વ્યૂહાત્મક સહ-સંબંધમાં ઘટાડવાનું વધુ સારું છે અને તે વધુ બગડે તે પહેલાં આ સમયે શક્ય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…