
પહેલગામ હુમલા પછી દરેક ભારતીયના હૃદયમાં ગુસ્સો છે અને વિશ્વભરમાં રહેતા ભારતીયો તેનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ ફરી એકવાર સાબિત થયું છે કે પાકિસ્તાનને કોઈ શરમ નથી. 26 લોકોના મોત પાકિસ્તાની અધિકારીઓને મજાક લાગે છે. લંડન સ્થિત પાકિસ્તાની દૂતાવાસમાંથી આવું જ એક શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે, જ્યાં પાકિસ્તાની રાજદૂત દ્વારા પહેલગામ હુમલાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા એક ભારતીયને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લંડનમાં પાકિસ્તાની આર્મીના ડિફેન્સ એટેચીએ જાહેરમાં ભારતીય વિરોધીઓ તરફ ઈશારો કર્યો અને તેમને તેમના ગળા કાપી નાખવા કહ્યું. આ ઈશારો કરનારા અધિકારી કર્નલ તૈમૂર રાહત છે. જે યુકેમાં પાકિસ્તાન મિશનમાં પાકિસ્તાન આર્મી, એર અને મિલિટરી એટેચી છે. આ કૃત્ય પછી એવું લાગે છે કે પાકિસ્તાની આતંકવાદીઓ અને અધિકારીઓ વચ્ચે કોઈ ફરક રહ્યો નથી.
હકીકતમાં, લંડનમાં રહેતા ભારતીયો પહેલગામમાં થયેલા હુમલા સામે પાકિસ્તાન મિશન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. લંડનમાં રહેતા ભારતીય વિદ્યાર્થી તેજસ ભારદ્વાજે પાકિસ્તાની સેનાના કાયર કર્નલ દ્વારા ભારતીયોના ગળા કાપવાનો ઈશારો કરવાની સમગ્ર ઘટનાનું વર્ણન કરતા કહ્યું કે કર્નલ વિરોધ પ્રદર્શન દરમિયાન બાલ્કનીમાં આવ્યા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા NRI ને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીયોએ તેમનો શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખ્યો.
આખી ઘટનાના ફૂટેજમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની અધિકારી અભિનંદનનો ફોટો લઈને બહાર આવ્યા હતા જેના પર ‘Chai is Fantastic’ લખ્યું હતું અને પછી તેમણે ભારતીયનું માથું કાપી નાખવાનો ઈશારો કર્યો હતો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે, બેશરમ પાકિસ્તાનીઓના લોહીમાં આતંક વહે છે…
#BREAKING: Pakistan Army Defence Attache in London gestures towards Indian protestors to slit their throat publicly. This is Colonel Taimur Rahat of Pakistan Army, Air and Army Attache at Pakistan’s Mission in UK. No difference between a thug illiterate terrorist at this coward. pic.twitter.com/eZdRxqBN4q
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 25, 2025
પુલવામા હુમલા દરમિયાન ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ચર્ચામાં આવ્યા હતા. પુલવામા હુમલા પછી તેમણે આતંકવાદીઓ સામે બાલાકોટ એર સ્ટ્રાઈક માટે ઉડાન ભરી હતી. અભિનંદને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને દુશ્મન સેનાના ફાઇટર પ્લેનને તોડી પાડ્યું હતું. જો કે પાકિસ્તાની ફાઇટર પ્લેનનો પીછો કરતી વખતે તેમના વિમાનને પણ નુકસાન થયું હતું અને તેઓ ઘાયલ થયા હતા. પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતા પરંતુ બાદમાં ભારતના દબાણ હેઠળ અભિનંદનને છોડી દેવામાં આવ્યા હતા. અભિનંદનને તેમની બહાદુરી માટે 2021માં વીર ચક્ર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
મંગળવારે કાશ્મીરના પહેલગામમાં 4 થી 5 આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં લગભગ 26 લોકો માર્યા ગયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે અને લોકો આ કાયરતાપૂર્ણ કૃત્ય માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં ચાર પ્રાંતો મુખ્ય માનવામાં આવે છે – પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પાકિસ્તાન માર્શલ લો, મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને રાજકીય અસ્થિરતાથી પણ ઝઝૂમી રહ્યું છે. અમેરિકા ઉપરાંત ચીન પાકિસ્તાનનો મુખ્ય સહાયક દેશ ગણાય છે. પાકિસ્તાનના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
Published On - 8:58 am, Sat, 26 April 25