ભારતના મહત્વકાંક્ષી ચંદ્રયાન-3 મિશને ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3 (chandrayaan 3) મિશન બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ જણાવ્યું કે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયું.
ઈસરોની આ સફળતા પર વિશ્વએ સ્પેસ એજન્સી અને ભારતને અભિનંદન પાઠવ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાન તરફથી પણ ઈસરો માટે અભિનંદન સંદેશ આવ્યો છે. તેમજ ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો Pakistan News: શું આરિફ અલ્વી નજરકેદ છે? નકલી સાઈનને લઈને સેના વિરુદ્ધ કર્યું હતું ટ્વિટ
પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને ઈમરાન ખાનની પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ ચંદ્રયાનના ઉતરાણ પર ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા. ફવાદે કહ્યું કે ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેન્ડિંગ ઈસરો માટે મોટી ક્ષણ છે. મેં ઈસરોના વડા એસ સોમનાથ સાથે ઘણા યુવા વૈજ્ઞાનિકોને આ ક્ષણની ઉજવણી કરતા જોયા. મારું માનવું છું કે સપનાઓ દેખતી યુવા પેઢી જ દુનિયા બદલી શકે છે.
નોંધનીય બાબત એ છે કે ફવાદે અગાઉ પણ ભારતને ચંદ્રયાન મિશન માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તેને ભારતીય વૈજ્ઞાનિક સમુદાય માટે એક મોટો દિવસ ગણાવ્યો. ફવાદે તાજેતરમાં માગણી કરી હતી કે પાકિસ્તાનના મીડિયાએ ચંદ્રયાનનું લેન્ડિંગ લાઈવ બતાવવું જોઈએ. માનવતા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ ખાસ કરીને ભારતના લોકો, વૈજ્ઞાનિકો અને ભારતના અવકાશ સમુદાય માટે ઐતિહાસિક છે.
આ દરમિયાન એવી ચર્ચાઓ ચાલી રહી છે કે એક તરફ ચંદ્ર પર ભારતનો તિરંગો ફરકી રહ્યો છે. તો બીજી તરફ સ્પેસ સેક્ટરમાં પાકિસ્તાનની શું હાલત છે. ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ અવકાશમાં ઘણી સફળતાઓ હાંસલ કરી છે. પરંતુ શું પાકિસ્તાને પણ આવી સફળતાઓ મેળવી છે? આવો આજે અમે તમને પાકિસ્તાનની સ્પેસ એજન્સી વિશે જણાવીએ અને જાણીએ કે તેણે અંતરિક્ષમાં શું મેળવ્યું છે.
ભારતની સ્પેસ એજન્સી ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ એટલે કે ISRO તરીકે ઓળખાય છે. આવી જ રીતે પાકિસ્તાનની સ્પેસ એજન્સીનું નામ ‘સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશન’ (SUPARCO) છે. 1961માં સ્થપાયેલ SUPARCOનું મુખ્ય મથક કરાચીમાં છે. SUPARCOનો ઉદ્દેશ્ય સ્પેસ સાયન્સ, સ્પેસ ટેક્નોલોજીમાં દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. જોકે, પાકિસ્તાની સ્પેસ એજન્સી લાંબા સમયથી માત્ર મિસાઈલ જ બનાવી રહી છે.
પાકિસ્તાની સ્પેસ એજન્સીને વૈજ્ઞાનિક કાર્યો માટે સરકાર તરફથી બજેટ મળે છે. પરંતુ સ્પેસ પ્રોગ્રામની વાત કરીએ તો SUPARCOનું બજેટ એટલું ઓછું છે કે, જાણીને તમે ચોંકી જશો. પાકિસ્તાન સરકારે SUPARCO માટે 739 કરોડ પાકિસ્તાની રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. ભારતીય રૂપિયામાં તે માત્ર 200 કરોડ રૂપિયા છે. આપણા ચંદ્રયાન-3 મિશનનું બજેટ પાકિસ્તાની સ્પેસ એજન્સીના બજેટ કરતાં ત્રણ ગણું છે. ચંદ્રયાન-3નું બજેટ 615 કરોડ રૂપિયા છે.
પાકિસ્તાને અમેરિકાની મદદથી 1962માં રેહબર-1 રોકેટ લોન્ચ કર્યું હતું. બે તબક્કાના રોકેટ દ્વારા પૃથ્વીના ઉપરના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનનું ડોપ્લર રડાર ટ્રેકિંગ સ્ટેશન તેના કારણે જ અસ્તિત્વમાં આવ્યું છે. પાડોશી દેશને શરૂઆતમાં અંતરિક્ષમાં ઘણી સફળતા મળી હતી. પાકિસ્તાને એંસીના દાયકામાં Hatf Programme દ્વારા બેલેસ્ટિક મિસાઈલ બનાવી હતી.
જોકે, 1990 પછી પાકિસ્તાની સ્પેસ એજન્સી ઠંડી પડી ગઈ હતી. પછી છેલ્લા કેટલાક વર્ષોમાં, સ્પેસ એજન્સીને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત 2018માં ચીનની મદદથી ‘ટેકનોલોજી ઈવેલ્યુએશન સેટેલાઇટ’ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ દિવસોમાં પાકિસ્તાન ‘સ્પેસ પ્રોગ્રામ 2040’ પર કામ કરી રહ્યું છે. જો કે ભંડોળના અભાવે પાકિસ્તાન અંતરિક્ષમાં ઘણું પાછળ છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો