Pakistan : અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઇમરાનની સરકારે પંજાબ પ્રાંતના ગવર્નરને હટાવ્યા, ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ

|

Apr 03, 2022 | 12:44 PM

અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા ઈમરાન સરકારે (Imran Government) પંજાબ પ્રાંતના ગવર્નર ચૌધરી મુહમ્મદ સરવરને હટાવી દીધા છે. સરકારે કહ્યું કે નવા રાજ્યપાલની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

Pakistan : અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઇમરાનની સરકારે પંજાબ પ્રાંતના ગવર્નરને હટાવ્યા, ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ
Pakistan Pm Imran Khan (File Photo)

Follow us on

Pakistan Political Crisis  : અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા ઈમરાન સરકારે (Imran Government) પંજાબ પ્રાંતના ગવર્નર ચૌધરી મુહમ્મદ સરવરને હટાવી દીધા છે. સરકારે કહ્યું કે નવા રાજ્યપાલની જાહેરાત પછી કરવામાં આવશે. હાલમાં ડેપ્યુટી સ્પીકર કેરટેકર ગવર્નરનું (Governor)  પદ સંભાળશે.આ સાથે ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાને રાજીનામું આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે. વડા પ્રધાને વધુમાં (Imran Khan)કહ્યું હતુ કે તેમની પાસે વિશ્વસનીય માહિતી છે કે “તેમનો જીવ જોખમમાં છે.” પાકિસ્તાની વડા પ્રધાન તેમની સરકારને બચાવવા માટે હાલ તમામ પ્રયાસ કરી રહ્યા છે.

આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો પણ છે કે તેમની સરકારના ગઠબંધન ભાગીદારો હવે વિપક્ષ તરફ વળ્યા છે અને PTI પાસે અવિશ્વાસની દરખાસ્તને ટકી રહેવા માટે જરૂરી બહુમતી પણ નથી. આવી સ્થિતિમાં ક્યારેક ખાન ધમકીભર્યા પત્રની વાત કરી રહ્યા છે, તો ક્યારેક અમેરિકા પર આરોપ લગાવી રહ્યા છે, ક્યારેક તેમના જીવને ખતરો છે તો ક્યારેક સેના દ્વારા ત્રણ વિકલ્પોનો દાવો કરી રહ્યા છે.

પાકિસ્તાની સેનાએ આ દાવાને ફગાવી દીધો હતો

આ પહેલા ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ(Pakistan Army)  તેમની સામે ત્રણ વિકલ્પ રાખ્યા છે રાજીનામું આપો, વહેલી ચૂંટણી યોજો અથવા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરો. જો કે બાદમાં સેનાએ પણ આ દાવાને ખોટો ગણાવ્યો હતો. સેનાએ કહ્યું કે તેણે કોઈ ત્રણ વિકલ્પ આપ્યા નથી, પરંતુ PM પોતે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Political Crisis) પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજવા માગે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઈમરાનની પૂર્વ પત્ની રેહમ ખાને તેમને ‘મિની ટ્રમ્પ’ ગણાવ્યા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન રવિવારે વિધાનસભામાં વિશ્વાસ મતનો સામનો કરવાના છે. આ દરમિયાન તેમની પૂર્વ પત્ની રેહમ ખાને (Reham Khan)તેમને ‘મિની ટ્રમ્પ’ ગણાવ્યા છે અને ટ્વિટરને તેમના ઉશ્કેરણીજનક ટ્વિટ્સ સામે પગલાં લેવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે, હિંસાને પ્રોત્સાહિત કર્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ જાન્યુઆરી 2021માં કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતું. તેમના પર આ આરોપ કિબર પખ્તુનખ્વાના મુખ્ય પ્રધાન મહમૂદ ખાનને અભિનંદન આપતા ટ્વિટના સંબંધમાં આવ્યો છે.
આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાનમાં ‘ઈમરાન યુગ’ સમાપ્ત ! અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે થશે મતદાન

Published On - 12:42 pm, Sun, 3 April 22

Next Article