Russia Ukraine War : રશિયાના પ્રેમમાં આંધળા બન્યા PM ઈમરાન ખાન, યુક્રેન યુદ્ધને લઈને EU પર ભડક્યા

|

Mar 07, 2022 | 9:46 AM

પાકિસ્તાનના PM ઈમરાન ખાને એક લેખિત પત્ર માટે યુરોપિયન યુનિયનની ટીકા કરી છે. તેમણે પ્રશ્ન પૂછ્યો છે કે શું ભારતને આવો કોઈ પત્ર લખવામાં આવ્યો છે ?

Russia Ukraine War : રશિયાના પ્રેમમાં આંધળા બન્યા PM ઈમરાન ખાન, યુક્રેન યુદ્ધને લઈને EU પર ભડક્યા
PM Imran Khan (File Photo)

Follow us on

Russia Ukraine War : પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને (PM Imran Khan) ઈસ્લામાબાદમાં પશ્ચિમી રાજદૂતોને બોલાવીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન વિરુદ્ધ રશિયાના આક્રમણને (Russia Ukraine Crisis) લઈને પાકિસ્તાન પરના દબાણ અંગે  ટીકા કરી છે. જનસભાને સંબોધતા ખાને કહ્યું કે પાકિસ્તાન પશ્ચિમી દેશોનું ગુલામ નથી.

શું તમે ભારતને આવો કોઈ પત્ર લખ્યો છે ?

ઈમરાન ખાને આ વાત 22 એમ્બેસી મિશન દ્વારા જાહેર કરાયેલા પત્રના જવાબમાં કહી હતી, જેમાં પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની નિંદા કરતા પ્રસ્તાવને સમર્થન આપવા માટે કહેવામાં આવ્યું છે. ઈમરાન ખાને કહ્યું,’મારે યુરોપિયન યુનિયનના (European Union) રાજદૂતો સાથે વાત કરવી છે, શું તમે ભારતને આવો કોઈ પત્ર લખ્યો છે?’ તેમણે કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં NATO સમર્થિત ગઠબંધનને સમર્થન આપવાને કારણે ઘણું સહન કરવું પડ્યું.

શું અમે તમારા ગુલામ છીએ : ઈમરાન

વધુમાં ઈમરાને કહ્યું,’તમે અમારા વિશે શું વિચારો છો ? શું અમે તમારા ગુલામ છીએ.. કે તમે જે કહો તે જ કરીશું. પાકિસ્તાન, રશિયા, ચીન અને યુરોપ સાથે અમારી મિત્રતા છે,પરંતુ અમે તટસ્થ છીએ. તેથી જ અમે યુક્રેનમાં આ યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસમાં આ દેશો સાથે સહકાર આપવાનો પ્રયાસ કરીશું.”

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ દેશો વતી લખાયો પત્ર

તેના પર ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, ઇટાલી, પોર્ટુગલ, પોલેન્ડ, રોમાનિયા, સ્પેન, સ્વીડન, નેધરલેન્ડ, જાપાન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડના રાજદૂતો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બીજી તરફ EU પ્રતિનિધિમંડળના વડાનુ કહેવુ છે કે, ઠરાવનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરહદોની અંદર યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે અને તેઓ રશિયાના આક્રમણની સખત નિંદા કરે છે. તમને જણાવી દઈએ કે, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો ત્યારે ઈમરાન ખાન મોસ્કોમાં હતા.

આ પણ વાંચો : Security Protocol : રશિયાના રાષ્ટ્રપતિની કડક સુરક્ષા ,પુતિનની આસપાસ છે ચાર સ્તરનું રક્ષણ

Next Article