સઉદી અરબ એક એવો દેશ છે જેનું નામ આતંકવાદને ફંડિગ કરવામાં મોખરે છે. વલ્ડૅ ટ્રેડ સેન્ટર પર થયેલાં હુમલા વખતે અમેરીકાની તપાસમાં પણ બહાર આવ્યું કે આતંકવાદીઓને સૌથી વધારે ચેરીટીના નામે ફંડિગ સાઉદી અરબમાંથી મળ્યું છે. 2011માં અમેરીકાની પ્રાથમિક કાર્યવાહીમાં આશરે 1400 જેટલાં બેંક ખાતાઓમાં 140 યુએસ મિલીયન ડોલર રુપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે ઈસ્લામિક સ્ટેટ-ISISની સંપત્તિ 1.7 બિલિયન ડોલર આંકવામાં આવે છે. અલકાયદા નામના સંગઠનને સૌથી વધારે રુપિયા સાઉદી અરબના લોકો દ્વારા ચેરિટીના નામે ચુકવવામાં આવ્યા હતા.
વર્ષ 2004ના વર્ષમાં આતંકીઓના ફંડિગ વિરુદ્ધ કામ કરનારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં ખૂલાસો થયો કે સાઉદી અરબે ભલે 2002માં અલ કાયદા તેમજ અન્ય આતંકવાદી સંગઠનોને અપાતા ફંડિગ પર કાર્યવાહી કરવાની વાત કરી હોય પણ હજી પણ સાઉદી અરબમાંથી આતંકવાદીઓને પૈસા આપવામાં આવી રહ્યાં છે. આ સિવાય આતંકવાદી સંગઠનોને જે પૈસા મળે છે તે અફીણની ખેતીમાંથી છે. ડ્રગ્સના વેચાણમાંથી પણ આતંકવાદી સંગઠનો બેફામ રુપિયા કમાઈ છે. સંયુક્ત રાષ્ટ્રે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો તેમાં અફિણની ખેતી પર અફધાનિસ્તાનનો એકાધિકાર છે અને તેમાં 90 ટકા ખેતી પર સીધી જ રીતે આતંકવાદી સંગઠનનો કબજો છે. જેનો કારોબાર આખા વિશ્વમાં ફેલાયેલો છે. આતંકવાદી સંગઠનો આ કારોબારમાંથી કરોડો-અબજોની કમાણી કરે છે. દુનિયામાં અફીણ માટે ઘણાં લોકો માગ્યા મુજબના પૈસા આતંકવાદી સંગઠનોને આપે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]