Pakistan : ઈમરાન ખાન વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો,25 એપ્રિલ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત

|

Apr 03, 2022 | 1:11 PM

ઈમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો છે, આ સાથે 25 એપ્રિલ સુધી સંસદની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી છે.ઈમરાને સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.આ સાથે હાલ પાકિસ્તાનમાં ફરી એક વાર ચુંટણી થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

Pakistan : ઈમરાન ખાન વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો,25 એપ્રિલ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત
PM Imran Khan (File Photo)

Follow us on

ઈમરાન ખાન વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવવામાં આવ્યો છે.ઉપરાંત 25 એપ્રિલ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન(Pakistan Prime Minister Imran Khan) વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ(No Confidence Motion)  પર આજે સંસદમાં મતદાન થવાનુ હતુ.પરંતુ ઈમરાને સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.આ સાથે હાલ પાકિસ્તાનમાં ફરી એક વાર ચુંટણી થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

ઈમરાને સંસદ ભંગ કરવાનો પ્રસ્તાવ મુક્યો

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફની (Pakistan Tehreek-e-Insaf) આગેવાનીવાળી સરકારનું ભવિષ્ય નક્કી કરવા માટે નેશનલ એસેમ્બલીનું સત્ર સવારે 11:30 વાગ્યે શરૂ થયુ હતુ. આ સ્થિતિ વચ્ચે ઈમરાને ખાને કહ્યું હતુ કે તેમની સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ તેમને સત્તા પરથી દૂર કરવાના “આંતરરાષ્ટ્રીય કાવતરા”નો એક ભાગ છે.

ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને તેમને ‘મિની ટ્રમ્પ’ ગણાવ્યા

આ પહેલા ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને (Reham Khan) તેમને ‘મિની ટ્રમ્પ’ ગણાવ્યા હતા અને ટ્વિટરને તેમના ઉશ્કેરણીજનક ટ્વિટ્સ સામે પગલાં લેવા વિનંતી કરી હતી. તમને જણાવી દઈએ કે હિંસાને પ્રોત્સાહિત કર્યા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump) ટ્વિટર એકાઉન્ટ જાન્યુઆરી 2021માં કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યુ હતું. તેમના પર આ આરોપ કિબર પખ્તુનખ્વાના મુખ્યપ્રધાન મહમૂદ ખાનને અભિનંદન આપતા ટ્વિટના સંબંધમાં આવ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઈમરાન ખાને કહ્યું હતુ કે ખૈબર પખ્તુનખ્વામાં સ્થાનિક ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત એ તમામ રાષ્ટ્ર વિરોધીઓ માટે પ્રારંભિક ચેતવણી છે. તમને જણાવી દઈએ કે આ ટ્વીટ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે ઈમરાન ખાન વિપક્ષને દેશદ્રોહી અને અમેરિકન એજન્ટ કહી રહ્યા છે. ઈમરાન ખાને શનિવારે પાકિસ્તાની યુવાનોને અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના વિદેશી ષડયંત્ર સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા વિનંતી કરી હતી. લાઈવ સેશનમાં બોલતા ઈમરાન ખાને યુવાનોને કહ્યું હતુ કે તેઓ પાકિસ્તાન આર્મીની ટીકા ન કરે.

પાકિસ્તાની સેનાએ આ દાવાને ફગાવી દીધો હતો

આ પહેલા ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ(Pakistan Army)  તેમની સામે ત્રણ વિકલ્પ રાખ્યા છે રાજીનામું આપો, વહેલી ચૂંટણી યોજો અથવા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરો. જો કે બાદમાં સેનાએ પણ આ દાવાને ખોટો ગણાવ્યો હતો. સેનાએ કહ્યું કે તેણે કોઈ ત્રણ વિકલ્પ આપ્યા નથી, પરંતુ PM પોતે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Political Crisis) પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજવા માગે છે.

 

આ પણ વાંચો : ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને ઈમરાનને ગણાવ્યા ‘મિની ટ્રમ્પ’, કહ્યું – ટ્વિટરે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ

Published On - 1:05 pm, Sun, 3 April 22

Next Article