શાહબાઝ શરીફની વિદાય બાદ અનવર ઉલ હકને પાકિસ્તાનના (Pakistan) નવા રખેવાળ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. તે લઘુમતીઓ પ્રત્યે થોડા વધાર મહેરબાન લાગે છે. સોમવારે તેણે ખ્રિસ્તી લઘુમતી પરિવારોને 20-20 લાખ પાકિસ્તાની રૂપિયાની વહેચણી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, તેમની સરકાર લઘુમતીઓના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે ઈસ્લામિક કટ્ટરપંથીઓના ટોળાએ 20 થી વધુ ચર્ચ અને ઈસાઈઓના ઘણા ઘરોને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાનના કેરટેકર પીએમ કાકરે સોમવારે પંજાબના હિંસા પ્રભાવિત શહેર જરાનવાલાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે લગભગ 100 ખ્રિસ્તી પરિવારોને 20 લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર આપ્યું હતું.
આ દરમિયાન પીએમએ ટોળા દ્વારા નાશ પામેલા ચર્ચ અને અન્ય માળખાઓના સમારકામ અને પુનર્વસનના કામોની સમીક્ષા કરી હતી. આ સાથે, તેમણે દેશના તમામ લઘુમતી સમુદાયોને ખાતરી આપી કે, પાકિસ્તાન સરકાર તેમની સુરક્ષા કરશે અને તે તેના માટે પ્રતિબદ્ધ છે. પીએમે કહ્યું કે, જો કોઈ લઘુમતીઓને નુકસાન પહોંચાડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જરાંવાલામાં બુધવારે ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 200 ઘરો ધરાશાયી થયા હતા. 20 ચર્ચ અને ખ્રિસ્તીઓના 86 ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. આ કેસમાં 2 ખ્રિસ્તીઓ સહિત 145 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. જરાંવાલા હિંસા બાદ પંજાબના મુખ્યમંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. તોડફોડ, આગચંપી ઉપરાંત કિંમતી સામાનની લૂંટ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Dubai News: 31 ઓગસ્ટની રાત્રે આકાશમાં દેખાશે દુર્લભ એવો સુપર બ્લુ મૂન, જાણો ક્યારે અને ક્યા જોઈ શકાશે
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઈસાઈ અને હિંદુઓ સહિત લઘુમતીઓ પર ઘણી વખત ઈશનિંદાનો આરોપ લાગેલો છે. ઇશનિંદા પાકિસ્તાનમાં એક સંવેદનશીલ મુદ્દો છે. સેન્ટર ફોર સોશ્યલ જસ્ટિસ (CSJ) અનુસાર, આ વર્ષે 16 ઓગસ્ટ સુધીમાં લગભગ 198 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાંથી 85% મુસ્લિમ, 8% અહમદી અને 4.4% ખ્રિસ્તી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો