Pakistan News: તુર્કીયેના રાષ્ટ્રપતિએ ભારતના કર્યા વખાણ, પાકિસ્તાનને લાગશે મરચા !

|

Sep 10, 2023 | 6:21 PM

તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને કહ્યું કે, હું G-20 સમિટની ખૂબ જ સફળ અધ્યક્ષતા માટે ભારતનો આભાર માનું છું. મને, મારી પત્ની અને સમગ્ર તુર્કીયે પ્રતિનિધિ મંડળને આપવામાં આવેલ અદ્ભુત આતિથ્ય માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યુ કે, ભારત દક્ષિણ એશિયામાં અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. અમારી પાસે અર્થવ્યવસ્થા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં આગળ વધવાની અપાર ક્ષમતા છે.

Pakistan News: તુર્કીયેના રાષ્ટ્રપતિએ ભારતના કર્યા વખાણ, પાકિસ્તાનને લાગશે મરચા !
Recep Tayyip Erdogan

Follow us on

તુર્કીયે (Turkey) એવા દેશોમાં સામેલ છે જે ભારતની ટીકા કરવા માટે જાણીતા છે, પરંતુ G-20 સમિટમાં (G20 Summit) ભાગ લેવા નવી દિલ્હી આવેલા રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને ખુલ્લેઆમ ભારતની યજમાનીની પ્રશંસા કરી છે. કોન્ફરન્સના સમાપન સમારોહની ભારતની ઉષ્માભરી યજમાનીની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું G-20ના ખૂબ જ સફળ અધ્યક્ષપદ માટે ભારતનો આભાર માનું છું. હું પીએમ મોદીનો પણ આભાર માનું છું. આ નિવેદનોથી પાકિસ્તાન મરચા લાગી શકે છે.

પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું: રાષ્ટ્રપતિ એર્દોગન

તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ એર્દોગને કહ્યું કે, હું G-20 સમિટની ખૂબ જ સફળ અધ્યક્ષતા માટે ભારતનો આભાર માનું છું. મને, મારી પત્ની અને સમગ્ર તુર્કીયે પ્રતિનિધિ મંડળને આપવામાં આવેલ અદ્ભુત આતિથ્ય માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યુ કે, ભારત દક્ષિણ એશિયામાં અમારું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. અમારી પાસે અર્થવ્યવસ્થા અને અન્ય ઘણા ક્ષેત્રોમાં આગળ વધવાની અપાર ક્ષમતા છે.

ભારત સરકારની ટીકા કરી હતી

જમ્મુ-કાશ્મીર મુદ્દે એર્દોગન સતત ભારત વિરુદ્ધ બોલતા રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારની કલમ 370 હટાવવાનો પણ વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, એર્દોગને જમ્મુ-કાશ્મીરને લઈને વૈશ્વિક મંચો પર ઘણી વખત ભારત સરકારની ટીકા કરી હતી. G 20 સંમેલન અંગે તુર્કીયેના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, આ વર્ષે અમારી થીમ એક વિશ્વ, એક પરિવાર અને એક ભવિષ્ય હતી.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

સમિટના પ્રારંભિક સત્રમાં, અમે પર્યાવરણીય પડકારોની ચર્ચા કરી હતી જેનો આપણા ગ્રહ હાલમાં સામનો કરી રહ્યો છે. આબોહવા પરિવર્તન, જૈવિક વિવિધતાની ખોટ અને મોટા પાયે પ્રદૂષણ એ પડકારોની ત્રિપુટી છે જેને આપણે હવે વધુ તીવ્રતાથી અનુભવી શકીએ છીએ.

આ પણ વાંચો : Pakistan News: તાલિબાને પાકિસ્તાનના અનેક ગામ કબજે કર્યા, હુમલામાં 4 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

કોન્ફરન્સમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા, તુર્કીયેના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યુ કે, અમે માનીએ છીએ કે રશિયાને અલગ કરવાની કોઈપણ પહેલ નિષ્ફળ જશે. તેમાં સફળતાની શક્યતા ઘણી ઓછી છે. અમે માનીએ છીએ કે કાળા સમુદ્રમાં તણાવ વધારવા માટેના કોઈપણ પગલાને ટાળવું જોઈએ.

હિતધારકો સાથે જોડાણ કરવાનું ચાલુ રાખીશું

તેમણે કહ્યું કે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય પુરવઠા સુરક્ષાને સમર્થન આપવા માટે અમે સંયુક્ત રાષ્ટ્ર તેમજ રશિયા અને યુક્રેનને ખાદ્ય પુરવઠા સુરક્ષા અભ્યાસ જૂથમાં એકસાથે લાવવા જઈ રહ્યા છીએ. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયના હિતધારકો સાથે પણ જોડાણ કરવાનું ચાલુ રાખીશું.

Published On - 6:21 pm, Sun, 10 September 23

Next Article