
પાકિસ્તાનમાં (Pakistan) અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ (Earthquake) આવવાની શક્યતા છે. આ મોટો દાવો એક ડચ સંશોધકે કર્યો છે. તેના બાદ પાકિસ્તાનમાં ચિંતાની સ્થિતિ છે. ડચ સંશોધકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે, પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોના વાતાવરણમાં વધારે ફેરફાર જોવા મળી રહ્યો છે, જે ભવિષ્યમાં તીવ્ર ધરતીકંપ આવવાના સંકેત હોઈ શકે છે.
ડચ સંશોધકના આ દાવા બાદથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે, પરંતુ પાકિસ્તાનના નેશનલ સુનામી સેન્ટરે આ દાવાને ફગાવ્યો છે. નેધરલેન્ડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે. જે મૂજબ આવનારા સમયમાં પાકિસ્તાનમાં શક્તિશાળી ભૂકંપ આવવા વિશે જણાવવામાં આવ્યું છે.
સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે (SSGEOS) ના સંશોધકે જણાવ્યું છે કે, પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાંં હવામાનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા, જે ભવિષ્યમાં શક્તિશાળી ભૂકંપનો સંકેત હોઈ શકે છે.
strong fluctuations – potential for strong to major seismic event pic.twitter.com/8OhAv363mp
— SSGEOS (@ssgeos) September 30, 2023
ડચ વૈજ્ઞાનિક, ફ્રેન્ક હૂગરબીટ્સે આ સંભવિત ભૂકંપની આગાહીને લઈને લોકોને સાવચેત રહેવા વિનંતી કરી છે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યુ કે, 30 સપ્ટેમ્બરના રોજ હવામાન ફેરફાર રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના કેટલાક વિસ્તારો સામેલ હતા. તેના કારણે શક્તિશાળી ભૂકંપ આવી શકે છે. પરંતુ અમે ખાતરી પૂર્વક કહી શકતા નથી કે આવું થશે. હ્યુગરબીટ્સે આ પહેલા તુર્કી અને સીરિયામાં ભયંકર ભૂકંપ આવવાની આગાહી કરી હતી.
આ પણ વાંચો : Pakistan News: પાકિસ્તાનમા હવે આ જ બાકી હતું ! 328 લોકોની કીડની કાઢીને વેચી દેવાઈ, 1 કરોડમાં એક કીડની !
નેશનલ સુનામી સેન્ટર કરાચીએ આ શક્યતાઓને નકારી હતી અને કહ્યુ હતું કે, ભૂકંપના સમય અને સ્થાનની આગાહી થઈ શકતી નથી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, તેમણે કહ્યુ કે, પાકિસ્તાનમાંથી પસાર થતી બે મુખ્ય ટેકટોનિક પ્લેટોની સીમા રેખાની અંદર કોઈપણ સમયે ભૂકંપ આવી શકે છે અને તેની આગાહી કરવી અશક્ય છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો