Pakistan News: ઈમરાન ખાનને જેલમાં જીવનું જોખમ! તેની પત્ની બુશરા બીબીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

ગયા અઠવાડિયે બુશરા બીબીએ પાકિસ્તાન સરકાર સામે પણ આવી ચિંતા વ્યક્ત કરી હતી. ઈમરાન ખાન તોશાખાના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. ઈમરાન ખાનને 5 વર્ષ માટે રાજકારણમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે.

Pakistan News: ઈમરાન ખાનને જેલમાં જીવનું જોખમ! તેની પત્ની બુશરા બીબીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
Imran Khan
| Edited By: | Updated on: Aug 26, 2023 | 7:37 PM

પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) પત્ની બુશરા બીબીએ આરોપ લગાવ્યો છે કે તેમના પતિને જેલમાં ખતરો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, બુશરા બીબીએ 22 ઓગસ્ટના રોજ એટોક જેલમાં ઈમરાન ખાન સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત બાદ તેણે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી.

બુશરા બીબીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

આ એફિડેવિટમાં બુશરા બીબીને ટાંકીને લખવામાં આવ્યું છે કે જ્યારે તે એટોક જેલમાં ઈમરાન ખાનને મળવા પહોંચી ત્યારે તેને ઘણી મુશ્કેલીઓ બાદ મળવાની મંજૂરી આપવામાં આવી. એફિડેવિટમાં ઈમરાન ખાનને ટાંકવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં બંધારણ અને કાયદાના શાસનની લડાઈ માટે તેઓ કોઈપણ બલિદાન આપવા તૈયાર છે.

જેલમાં ઈમરાન ખાનનું વજન ઘટ્યું

એફિડેવિટ મુજબ જેલમાં ઈમરાન ખાનની તબિયત બગડી છે અને તેના જીવને ખતરો હોઈ શકે છે. જેલમાં રહીને ઈમરાન ખાને વજન ઘણું ઘટી ગયું છે. એફિડેવિટ અનુસાર 70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિના સ્વાસ્થ્ય માટે તે ગંભીર ખતરો બની શકે છે. એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને ઈમરાનની બગડતી તબિયત અને તેના જીવને ખતરા પર ધ્યાન આપવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : New York: અમેરિકામાં પાકિસ્તાની ડોક્ટરને 18 વર્ષની સજા, ISISની મદદથી કરી રહ્યો હતો મોટા હુમલાનું પ્લાનિંગ

તોશાખાના કેસમાં ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે બુશરા બીબીએ પાકિસ્તાન સરકાર સામે પણ આવી ચિંતા વ્યક્ત કરી હતી. ઈમરાન ખાન તોશાખાના કેસમાં ત્રણ વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. ઈમરાન ખાનને 5 વર્ષ માટે રાજકારણમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ ઈમરાન ખાનની તેમના લાહોરના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પર એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો