સાઉદી અરેબિયા (Saudi Arab) તેના પર્યટનની સાથે કડક કાયદા માટે પણ જાણીતું છે. સાઉદીમાં એક વિચિત્ર કાયદો બનાવવામાં આવ્યો છે. તે મૂજબ ભીખ માંગતા લોકો પર વધારે દંડ વસૂલવામાં આવે છે. મંત્રી પરિષદ દ્વારા પસાર કરાયેલા ભિક્ષાવૃત્તિ વિરોધી કાયદા અનુસાર ભીખ માંગનાર વ્યક્તિને વધારેમાં વધારે એક વર્ષની જેલ અને 2 લાખ રૂપિયાનો (ભારતીય રૂપિયા) દંડ થઈ શકે છે. જો આ રકમ પાકિસ્તાની (Pakistan) રૂપિયા પ્રમાણે ગણતરે કરવામાં આવે તો તે લગભગ 7.50 લાખ રૂપિયાથી વધુ થાય છે.
સાઉદીના કાયદા અનુસાર ભીખ માંગનારા વ્યક્તિ, ભિખારીઓનું સંચાલન કરવું કે તેમના સંગઠિત સમૂહને મદદ કરનારાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ સાથે તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવી શકાય છે. કાયદા હેઠળ બિન-સાઉદી ભિખારીઓ, એટલે કે, જેઓ સાઉદીના નાગરિક નથી, જો તેઓ ભીખ માંગતા પકડાશે તો તેમને પણ સજા અને દંડ કરવામાં આવશે.
સાઉદી અરેબિયામાં પાકિસ્તાની નાગરિકોની સંખ્યા વધુ છે. આ કાયદા હેઠળ જો કોઈ પાકિસ્તાની નાગરિક સાઉદીમાં ભીખ માંગતો પકડાશે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવશે. દંડની રકમ SR100,000 (સાઉદી ચલણ) રહેશે. આ રકમને જો પાકિસ્તાની રૂપિયા પ્રમાણે ગણવામાં આવે તો તે 7.50 સાત લાખ રૂપિયાથી વધારે થશે.
આ પણ વાંચો : Pakistan News: પાકિસ્તાનના ગજબ ભિખારીઓ! વિઝા લઈને ભીખ માંગવા જતા હતા સાઉદી અરેબિયા, એરપોર્ટ પરથી કરવામાં આવી ધરપકડ
કાયદા મૂજબ બિન-સાઉદી ભિખારીઓને તેમની સજા પૂરી થયા બાદ સાઉદી અરેબિયામાંથી દેશ નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ તેને ફરીથી કામ પર જવા દેવામાં આવશે નહીં. આ સાથે જ બિન-સાઉદી ભિખારીઓને છૂટ આપવામાં આવશે કે જેની પત્ની સાઉદીની નાગરિક છે.
સાઉદીના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલય દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2018 દરમિયાન કુલ 2710 સાઉદી ભિખારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ભિખારીઓમાં 79 ટકા મહિલાઓ હતી, જ્યારે પુરુષોની સંખ્યા 21 ટકા હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો