એક પાકિસ્તાની મોડલે એવું કર્યું જે પાકિસ્તાનના (Pakistan) ઈતિહાસમાં ક્યારેય બન્યું નથી. કરાચીની (Karachi) મોડલ એરિકા રોબિન પહેલી મિસ પાકિસ્તાન યુનિવર્સ બની છે. આ પહેલીવાર હશે જ્યારે કોઈ પાકિસ્તાની મોડલ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે. એરિકા રોબિન હવે મિસ યુનિવર્સમાં પાકિસ્તાન વતી ભાગ લેશે. દેખીતી રીતે આ પાકિસ્તાન માટે ગર્વની વાત હોવી જોઈએ, પરંતુ પાકિસ્તાન આદરને પચાવી શકતું નથી.
એરિકા રોબિને પાકિસ્તાનમાં હોબાળો મચાવ્યો છે. કટ્ટરવાદીઓના જૂથે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનમાં ભલે બોમ્બ ફૂટતા રહે, લોકો ભોજનના એક-એક ટૂકડા માટે તડપતા રહેતા હોય, પણ સરકારની ઊંઘ ઉડશે નહીં. એરિકા રોબિનને લઈને પાકિસ્તાન સરકાર એક્શનમાં આવી છે.
પાકિસ્તાનમાંથી મિસ યુનિવર્સ સ્પર્ધકને પસંદ કરવા માટે માલદીવના એક રિસોર્ટમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એરિકા રોબિને ફાઈનલ રાઉન્ડમાં 4 મોડલને હરાવીને ટાઈટલ જીત્યું હતું, જ્યારે પાકિસ્તાનની 200 મોડલ્સે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
એરિકાને પણ ખબર ન હતી કે આ ખિતાબ જીતવાથી પાકિસ્તાનમાં કેટલું મોટું તોફાન આવશે. મૌલવી પણ અવાજ ઉઠાવા લાગ્યા. એરિકા વિશે મીડિયામાં ઘણી ચર્ચા થઈ હતી અને સરકારે આદેશ પણ જાહેર કર્યો હતો. મિસ યુનિવર્સ સ્પર્ધકને પસંદ કરવા માટે પાકિસ્તાન દ્વારા આયોજિત ઈવેન્ટને સરકાર પાસેથી મંજૂરી લેવામાં આવી ન હતી. જે કંપનીએ આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું તે પણ પાકિસ્તાનની નહીં પરંતુ UAEની છે.
સરકાર, પાકિસ્તાનના મૌલાના-મૌલવીઓ પણ એરિકા રોબિનના એવોર્ડને તેના શરીરનું પ્રદર્શન ગણાવી રહ્યા છે. ગ્રાન્ડ મુફ્તી મોહમ્મદ તાકી ઉસ્માનીએ સોશિયલ સાઈટ X પર લખ્યું છે કે, સરકારે નોટિસ લેવી જોઈએ અને આયોજકો સામે કાર્યવાહી કરવી જોઈએ. આ મહિલાઓ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતી હોવાની છાપ દૂર થવી જોઈએ.
મૌલાના મૌલવી ઉપરાંત સરકારમાં રહેલી અનેક પાર્ટીઓની કટ્ટરવાદી વિચારસરણીનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા બદલ એરિકાને અભિનંદન આપવાને બદલે તેને રોકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાકિસ્તાની પત્રકાર અંસાર અબ્બાસીએ પણ ફરિયાદ કરી હતી અને પૂછ્યું હતું કે, કયા સરકારી અધિકારીએ પાકિસ્તાની મહિલાઓને સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા મોકલવાની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો : Pakistan News: ઈમરાન ખાનના નજીકના પૂર્વ મંત્રી શેખ રાશિદની રાવલપિંડીથી ધરપકડ
જેના પર માહિતી મંત્રી મુર્તઝા સોલંગીએ ટ્વીટ કર્યું છે. સરકારે આ પ્રકારની ગતિવિધિઓ માટે સત્તાવાર રીતે કોઈને જાણ કરી નથી, જ્યારે જમાત-એ-ઈસ્લામીના સાંસદ મુશ્તાક અહેમદ ખાને આ ઘટનાને પાકિસ્તાન માટે શરમજનક ગણાવી છે. તેમણે તેના પર કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો