Pakistan News: CM યોગી આદિત્યનાથના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા ! જાણો શું આપ્યો જવાબ

CM યોગી આદિત્યનાથે રવિવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો શ્રી રામ જન્મભૂમિને 500 વર્ષ પછી પાછી લઈ શકાય છે તો અમે સિંધુને પણ પાછી લાવી શકીએ છીએ. તેમણે કહ્યું કે, અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે.

Pakistan News: CM યોગી આદિત્યનાથના નિવેદનથી પાકિસ્તાનને લાગ્યા મરચા ! જાણો શું આપ્યો જવાબ
CM Yogi Adityanath
| Edited By: | Updated on: Oct 10, 2023 | 8:28 PM

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના (Yogi Adityanath) નિવેદનથી પાકિસ્તાનને (Pakistan) મરચા લાગ્યા છે. સિંધ પ્રાંતને પરત લેવાના નિવેદનને પાકિસ્તાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. સીએમ યોગીએ રવિવારે કહ્યું હતું કે, જો રામજન્મ ભૂમિને 500 વર્ષ પછી પરત લઈ શકાય છે, તો એવું કોઈ કારણ નથી કે આપણે સિંધ પ્રાંતને પાછો ન લઈ શકીએ.

 

 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ટિપ્પણીની કરી નિંદા

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે, આ નિવેદન બાદ મીડિયા દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા કહ્યું કે, રાજનેતાની ભડકાઉ નિવેદનો અખંડ ભારતના બિનજરૂરી દાવાથી પ્રેરિત છે. તેમણે આગળ કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની નિંદા કરીએ છીએ.

આ ગંભીર ચિંતાનો વિષય: વિદેશ કાર્યાલયના પ્રવક્તા

મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, તે ગંભીર ચિંતાનો વિષય છે કે ભાજપ, RSS તેમના વિભાજનકારી અને સંકુચિત રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે આવા વિચારોને વધારે પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે ભારતને પડોશી દેશો સાથેના વિવાદો ઉકેલવા અને પ્રભુત્વવાદી અને વિસ્તરણવાદી ઈરાદાઓને પ્રોત્સાહન આપવાને બદલે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ દક્ષિણ એશિયાના નિર્માણ માટે તેમની સાથે કામ કરવા આગ્રહ કર્યો હતો.

આ પણ વાંચો : Pakistan News: અફઘાનિસ્તાન સુધી BRI નો વિસ્તાર કરશે ચીન અને પાકિસ્તાન, જાણો ભારત પર શું થશે અસર

અમે સિંધુને પણ પાછી લાવી શકીએ

CM યોગી આદિત્યનાથે રવિવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જો શ્રી રામ જન્મભૂમિને 500 વર્ષ પછી પાછી લઈ શકાય છે તો અમે સિંધુને પણ પાછી લાવી શકીએ છીએ. સિંધી સમાજે તેની વર્તમાન પેઢીને તેના ઇતિહાસ વિશે માહિતી આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો