પાકિસ્તાનમાં મોંધવારીના માર વચ્ચે મંત્રી પરિવાર સાથે ફ્લાઈટમાં માણી રહ્યા છે મજા, લોકોએ કરી ટીકા

|

Jan 09, 2023 | 10:55 AM

પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર શેરી રહેમાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પોતાના પરિવાર સાથે મીટિંગમાં હાજરી આપવા માટે ફ્લાઈટમાં ફરતા જોવા મળી રહ્યા છે. લોકોએ શીરી રહેમાનની કરી ટીકા.

પાકિસ્તાનમાં મોંધવારીના માર વચ્ચે મંત્રી પરિવાર સાથે ફ્લાઈટમાં માણી રહ્યા છે મજા, લોકોએ કરી ટીકા
પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર શેરી રહેમાન
Image Credit source: File Photo

Follow us on

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જ્યાં લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે, પાકના લોકો પાયાની સુવિધાઓ માટે તરસી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્યપદાર્થો, રાંધણગેસ અને વીજળી જેવી જીવન જરૂરિયાતની વસ્તુ સ્થાનિક લોકોની પહોંચની બહાર થઈ રહી છે. દેશમાં મોંઘવારીની સ્થિતિ એવી છે કે ડિસેમ્બર 2022માં મોંઘવારી દર વધીને 24.5 ટકા થઈ ગયો છે. આ દરમિયાન પાકિસ્તાનના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર શેરી રહેમાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પરિવાર સાથે મીટિંગમાં હાજરી આપવા માટે ફ્લાઈટમાં ફરતી જોવા મળી રહી છે. જેની આકરી ટીકા થઈ રહી છે. જ્યારે એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, કેવા મૂર્ખ લોકો છે, તેઓ બચાવ માટે મીડિયા ખરીદી શકતા નથી. પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS)ના ડેટા અનુસાર, છેલ્લા એક વર્ષમાં આ આંકડો 12.28 ટકા નોંધાયો હતો.

પાકિસ્તાનમાં ખાદ્ય મોંઘવારીનો દર વર્ષે 35.5 ટકા વધ્યો

પાકિસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે પણ 23થી 25 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જો તમે આંકડાઓ પર નજર નાખો તો ખબર પડે છે કે પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો વાર્ષિક ધોરણે 35.5 ટકા વધ્યો છે, જ્યારે પરિવહનના ભાવમાં 41.2 ટકા અને કપડાં અને પગરખાના ભાવમાં 17.1 ટકાનો વધારો થયો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ‘ગંભીર પડકારો’નો સામનો કરી રહી છે.

આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (જુલાઈથી ઓક્ટોબર) જ ફુગાવો 21થી 23 ટકાની વચ્ચે ઊંચો રહેવાની ધારણા છે અને પાકિસ્તાનની તિજોરી પર 115 ટકાથી વધુ ઘટવાની ધારણા છે. પાકિસ્તાનના નાણા મંત્રાલયે ગયા સપ્તાહે માસિક આર્થિક અપડેટ જાહેરાત કરી હતી અને આઉટલુકમાં કહ્યું કે પૂરને કારણે થયેલા વિનાશને કારણે નાણાકીય વર્ષ 2023માં આર્થિક વૃદ્ધિ બજેટના લક્ષ્યાંક કરતાં ઓછી રહેવાની શક્યતા છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

પ્લાસ્ટીકમાં LPG સ્ટોર કરવા મજબૂર

પાકિસ્તાનની એક ન્યૂઝ વેબસાઈટ મુજબ, પાકિસ્તાનમાં ચિકન 650 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ આવનારા દિવસોમાં તેની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. LPG ગેસની વાત કરીએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 10000 પાકિસ્તાની રૂપિયામાં મળે છે, લોકો વધતી કિંમતોની ચિંતાને કારણે પ્લાસ્ટિકની થેલીઓમાં એલપીજી સ્ટોર કરવા મજબૂર બન્યા છે.

Next Article