pakistan Latest News: ઈમરાન ખાનનો દાવો, વિપક્ષો સાથે મળીને સરકાર તોડી પાડવા માગે છે અમેરિકા, અમેરિકાએ આરોપોને નકાર્યા

|

Apr 01, 2022 | 7:10 AM

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને કોઈ પણ અમેરિકન સરકારી એજન્સી અથવા અધિકારીએ ઈસ્લામાબાદને કોઈ પત્ર મોકલ્યો નથી

pakistan Latest News: ઈમરાન ખાનનો દાવો, વિપક્ષો સાથે મળીને સરકાર તોડી પાડવા માગે છે અમેરિકા, અમેરિકાએ આરોપોને નકાર્યા
Imran Khan and Joe Biden (File)

Follow us on

Pakistan Latest News: પાકિસ્તાન(Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમની સરકારને તોડવા માટે બહારના દેશમાંથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેણે આ ષડયંત્રમાં અમેરિકાની સંડોવણી હોવાની વાત કરી છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાની વડાપ્રધાનના આરોપો પર અમેરિકાનો જવાબ આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા (US State Department spokesman)એ કહ્યું, “આ આરોપોમાં કોઈ સત્ય નથી. અમે પાકિસ્તાનના વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

આ પહેલા પણ અમેરિકાએ ઈમરાનના આવા આરોપોને નકારી કાઢ્યા હતા. અમેરિકાએ ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં અમેરિકાની સંડોવણીના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેણે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર કોઈ પત્ર મોકલ્યો નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને કોઈ પણ અમેરિકન સરકારી એજન્સી અથવા અધિકારીએ ઈસ્લામાબાદને કોઈ પત્ર મોકલ્યો નથી. કથિત પત્રમાં યુએસની સંડોવણી અને પીટીઆઈ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, “આ આરોપોમાં કોઈ સત્ય નથી.”

ઈમરાન ખાને શું કહ્યું?

ઈમરાન ખાને શુક્રવારે પાકિસ્તાનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન ઈમરાને પહેલા અમેરિકાનું નામ લીધું, પછી કહ્યું કે કોઈ વિદેશી દેશે ધમકીભર્યો પત્ર મોકલ્યો છે, જે પાકિસ્તાન વિરુદ્ધ છે. ઈમરાને કહ્યું કે વિપક્ષ પહેલાથી જ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને વિદેશના સંપર્કમાં છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે આ પત્ર તેમની વિરુદ્ધ છે સરકાર વિરુદ્ધ નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે જો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થશે તો પાકિસ્તાનને માફ કરી દેવામાં આવશે, જો તેમ કરવામાં નહીં આવે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. ઈમરાને કહ્યું કે આ એક “સત્તાવાર પત્ર” છે જેના વિશે પાકિસ્તાનના રાજદૂતને જાણ કરવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઈમરાને ઈસ્લામાબાદમાં એક રેલીમાં કહ્યું હતું કે તેમની વિદેશ નીતિને કારણે તેમની સામે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ “વિદેશી ષડયંત્ર”નું પરિણામ છે અને તેમને સત્તા પરથી હટાવવા માટે વિદેશમાંથી નાણાં આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની આગેવાની હેઠળની સરકારે બુધવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન વિરુદ્ધ વિદેશી કાવતરાના તેના આરોપો વિદેશમાં દેશના એક દૂતાવાસમાંથી મળેલા ગોપનીય પત્ર પર આધારિત છે.

 

આ પણ વાંચો-Pakistan: રાષ્ટ્રને સંબોધતા ઈમરાન ખાને કહ્યું- રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન, હું રાજીનામું નહીં આપું, હું છેલ્લા બોલ સુધી રમીશ

Next Article