AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: આ દેશમાં આવા જ અળવીતરાઓ રહે છે કે શું? સ્કૂલના વોશરૂમમાં મળ્યા કેમેરા, મહિલાઓનું થતું હતું રેકોર્ડિંગ

સિંધ શિક્ષણ વિભાગના (Sindh Education Department) અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે છુપાયેલા કેમેરા દ્વારા મહિલાઓનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે.

Pakistan: આ દેશમાં આવા જ અળવીતરાઓ રહે છે કે શું? સ્કૂલના વોશરૂમમાં મળ્યા કેમેરા, મહિલાઓનું થતું હતું રેકોર્ડિંગ
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 12:11 PM
Share

પાકિસ્તાનની (Pakistan) એક સ્કૂલે અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી છે. વાસ્તવમાં, કરાચીની એક ખાનગી શાળાના વોશરૂમમાં ઘણા છુપાયેલા કેમેરા મળી આવ્યા છે. આ ઘટના બાદ સિંધ શિક્ષણ વિભાગે (Sindh Education Department) શાળાનું રજીસ્ટ્રેશન રદ્દ કરી દીધું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, શિક્ષણ વિભાગે શાળા પ્રશાસનને આ મામલે કારણ બતાવો નોટિસ આપવા માટે પણ કહ્યું છે. પાકિસ્તાનમાં ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ એક સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે સીસીટીવી કેમેરા પુરુષોના શૌચાલયમાં અને મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને દ્વારા ઉપયોગમાં લેવાતા સામાન્ય શૌચાલયમાં ગુપ્ત રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા. વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી કે છુપાયેલા કેમેરા દ્વારા મહિલાઓનું રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે ઘણી મહિલાઓએ શૌચાલયોમાં કેમેરાની હાજરી અંગે વિભાગને જાણ કરી હતી. બીજી તરફ જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે શાળા પ્રશાસને સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે વોશરૂમમાં કેમેરા ‘સર્વેલન્સ હેતુ’ માટે લગાવવામાં આવ્યા હતા.

તપાસ ન થાય ત્યાં સુધી શાળાનું રજીસ્ટ્રેશન સ્થગિત રહેશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિક્ષણ વિભાગની સૂચના અનુસાર, તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સ્કૂલનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવશે. આ મામલાને લઈને ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ના સિંધ સાઈબર ક્રાઈમ ઝોનના વડા ઈમરાન રિયાઝે કહ્યું કે રેકોર્ડ કરાયેલા વીડિયોને લઈને અત્યાર સુધી કોઈ ફરિયાદ મળી નથી.

રિયાઝે વધુમાં કહ્યું કે સાયબર ક્રાઈમ સર્કલના મહાનિર્દેશક આ મામલે શાળાના સંપર્કમાં છે, FIAની એક ટીમને તપાસ માટે શાળામાં મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે, ટીમ તપાસ કરશે કે વીડિયો ચાઈલ્ડ પોર્નોગ્રાફી માટે બનાવવામાં આવ્યો હતો કે તેની પાછળ કોઈ અન્ય હેતુ હતો.

વાલીઓ અને સ્થાનિક લોકોએ શાળા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું હેરેક્સ સ્કૂલ ચપલ સન સિટી કરાચી સ્થિત છે. આ શાળા અંગે વાલીઓ અને શિક્ષકો તરફથી અગાઉ પણ ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન કોઈ નક્કર પગલાં લેવાયા નથી. શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ પહેલીવાર છે જ્યારે વોશરૂમમાં કેમેરા લગાવવામાં આવ્યા છે.

તે જ સમયે, આ ઘટનાની જાણ થતાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને સ્થાનિક રહીશોએ શાળા પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે શાળા પ્રશાસન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો : IPS Sanjay Kumar : જાણો, સમીર વાનખેડેની જગ્યાએ આર્યન ખાન ડ્રગ કેસની તપાસ કરનાર સંજય કુમાર કોણ છે ?

આ પણ વાંચો : Air Indiaનું લેણું તાત્કાલિક ચૂકવવા સાંસદોને રાજ્યસભાનો આદેશ, ટિકિટ રોકડથી ખરીદવા પણ અપાઈ સૂચના

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">