
Pakistan Economic Crisis: કંગાળ પાકિસ્તાનની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પહેલા લોટ-દાળ, ચોખા, ખાવાનું, પછી પેટ્રોલ-ડીઝલ, વીજળી અને હવે સેન્ડવીચ. જી હા, પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોની અછત છે, હવે સેન્ડવીચ અને બર્ગર બનાવતી કંપનીએ સેન્ડવીચની સાઈઝ પણ ઘટાડી દીધી છે.
એવું નથી કે કદ ઘટવાથી ભાવ વધ્યા છે, ભાવ હજુ પણ એ જ છે. મોંઘવારી અને ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં સબવેએ હવે તેની સેન્ડવીચનું કદ ઘટાડી દીધું છે. જેના કારણે હવે ત્યાંના લોકોને પૈસા ચૂકવ્યા પછી પણ ખાવા માટે પૂરતી સેન્ડવીચ નહીં મળે.
સબવેએ પાકિસ્તાનમાં તેની સેન્ડવીચનું કદ ઘટાડીને 3 ઇંચ કર્યું છે. પહેલા તે 6 ઇંચનું હતુ્ં. તે જ સમયે, આ 3 ઇંચની સેન્ડવિચની કિંમત પાકિસ્તાનમાં હજુ પણ ઘણી વધારે છે. કંપની તેને 350 રૂપિયાથી વધુના દરે વેચી રહી છે. અમેરિકન ફાસ્ટ ફૂડ ચેઈન સબવેએ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના લોકોને રાહત આપવા માટે 3 ઈંચની સેન્ડવિચ લોન્ચ કરી છે. આ પહેલીવાર છે જ્યારે સબવેએ વૈશ્વિક સ્તરે સેન્ડવીચનું મિની વર્ઝન લોન્ચ કર્યું છે.
સામાન્ય રીતે, અમેરિકન ફૂડ ચેઇન કંપની સબવેની સેન્ડવીચનું કદ 6 અને 12 ઇંચ હોય છે. પરંતુ, મોંઘવારી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનીઓને રાહત આપતા કંપનીએ સેન્ડવીચની સાઈઝ ઘટાડવાનો નિર્ણય લીધો છે. પરંતુ, તેમ છતાં પાકિસ્તાનીઓ માટે તે મોંઘુ છે. એવું નથી કે માત્ર સબવેએ જ આ પગલું ભર્યું છે, પરંતુ પાકિસ્તાનમાં ઘણી રેસ્ટોરાંએ લોકોને રાહત આપવા માટે આવા પગલાં લીધાં છે.મોંઘવારીનો સામનો કરવા માટે, ફૂડ કંપનીઓએ લોકોને બે રીતે રાહત આપી છે. ઘણી રેસ્ટોરાંએ ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો કર્યો છે અથવા તો જથ્થામાં ઘટાડો કર્યો છે.
મોંઘવારીથી પાકિસ્તાનની હાલત ખરાબ છે. અહીં મોંઘવારીનો આંકડો બે આંકડામાં પહોંચી ગયો છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં ખાદ્ય મોંઘવારી દર 38 ટકાથી ઉપર છે જ્યારે મોંઘવારી દર 27 ટકાથી વધુ છે. સપ્ટેમ્બર 2022માં ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 6 ટકા હતો પરંતુ હવે તેમાં 6 ગણો વધારો થયો છે.
પાકિસ્તાનના લોકો માત્ર મોંઘવારીથી જ નહીં પરંતુ વીજળીની અછત અને લાખોમાં ચાલતા વીજળીના બિલથી પણ પરેશાન છે. છેલ્લા ઘણા દિવસોથી લોકો વીજળી અને મોંઘવારીના મુદ્દે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના ઘણા શહેરોમાં લોકો લોટ અને દાળ માટે લડતા જોવા મળ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો