Islamabad : તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran khan) ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેની સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટે ઈમરાન સામે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પાંચ વર્ષ સુધી હવે તેઓ ચૂંટણી પણ નહીં લડી શકે. ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટે શનિવારે તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન પર લાગેલા આરોપોને સાચા ગણાવ્યા.
સુનાવણી દરમિયાન જજે કહ્યું કે પૂર્વ વડાપ્રધાને બેઈમાની બતાવી છે. ઈમરાન લાંબા સમયથી ભ્રષ્ટાચારના આ કેસમાં સુનાવણીનો સામનો કરી રહ્યો હતો. ટ્રાયલ કોર્ટના નિર્ણય બાદ ઈમરાનની રાજકીય કરિયર પણ પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેવામાં ઈમરાન ખાન માટે આ મોટી સમસ્યા ઊભી થઈ છે.
આ પણ વાંચો : Coup of Africa: 45 દેશોમાં તખ્તાપલટ, આફ્રિકાનો કાળો ઈતિહાસ જેમાં સરકારને પછાડવી એ બાળકોની રમત
Police arrested Imran Khan from Zaman Park and took him away 😭
pic.twitter.com/MbjLzxtVE3— Fatiha (@fatihaf_pti) August 5, 2023
Even Kazab Mir forced to admit Imran Khan’s conviction is a travesty of justice. pic.twitter.com/XgvmstdECB
— SocialPariah (@Non_graata) August 5, 2023
ઈસ્લામાબાદ પોલિસને તરત ઈમરાન ખાનની ધરપકડ કરવાના આદેશ આપવામાં આવ્યા હતો. પોલિસ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની ધરપકડ કરવા માટે લાહૌરમાં જમાં પાર્ક પહોંચી હતી. જમાં પાર્કની ચારે બાજુ પોલિસ બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો. કોઈ અપ્રિય ઘટના ના બને તેના માટે આસપાસના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ઈમરાન ખાનની ધરપકડને કારણે પાકિસ્તાનમાં તેની પાર્ટી ધમાલ કરે તેવું અનુમાન છે.
توشہ خانہ کیس میں ایڈیشنل ڈسٹرکٹ اینڈ سیشن جج کا نہایت متعصّبانہ فیصلہ
پاکستان تحریک انصاف نے متعصب جج ہمایوں دلاور کا متعصبانہ فیصلہ مسترد کردیا
فیصلے کو اعلیٰ عدالت کے روبرو چیلنج کرنے کا اعلان
توشہ خانہ مقدمے کے ذریعے نظامِ عدل کی پیشانی پر ایک اور سیاہ دھبّہ لگایا گیا،…
— PTI (@PTIofficial) August 5, 2023
ઈમરાન ખાનની પાર્ટી PTIએ કોર્ટના આ નિર્ણયને કારણે આજના દિવસને પાકિસ્તાન માટે વધુ એક કાળો દિવસ ગણાવ્યો હતો. ઈમરાન ખાનની ધરપકડ કરીને પોલિસ તેને લાહૌરની બહાર લખપત જેલ લઈ ગઈ છે. PTI પાર્ટીએ જાણાવ્યું કે અમે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર આપશું.
આ પણ વાંચો : Anju Case: બેવફા અંજુ પૈસાની લાલચી ! પતિની છલકાઈ પીડા, કહ્યું ‘સંતાનો માટે દરેક યુદ્ધ લડવા તૈયાર’
ઈમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે તેમને દુનિયાભરમાંથી ભેટ મળી હતી. ઈમરાનને આ ભેટો પાકિસ્તાનના તોશાખાનામાં જમા કરાવવાની હતી. પરંતુ ઈમરાને ભેટો જમા કરાવવાને બદલે તેને વેચી દીધી. ઈમરાને ભેટો વેચીને જે પૈસા મળ્યા હતા તે પોતાની પાસે રાખ્યા હતા. આ રીતે પૂર્વ વડાપ્રધાને કાયદાનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનના રાજકારણમાં છેલ્લા ઘણા મહિનાઓથી તોશાખાનાનો મામલો ચર્ચામાં હતો. હવે ભ્રષ્ટાચારના આ કેસમાં ઈમરાનને જ દોષી જાહેર કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:20 pm, Sat, 5 August 23