Pakistan Economic Crisis: પાકિસ્તાની એરલાઈન્સ પાસે પાર્ટસ ખરીદવા માટે પણ પૈસા નથી, ત્રણ બોઇંગ 777 સહિત 11 પ્લેન બન્યા ભંગાર

|

Aug 23, 2023 | 7:58 AM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એરલાઇન્સ નાણાકીય સંકટને કારણે ગયા વર્ષથી પાર્ટ્સ ખરીદવાની સ્થિતિમાં નથી. જેના કારણે ધીરે ધીરે આ વિમાનો ઓપરેશનથી દૂર થઈ ગયા.

Pakistan Economic Crisis: પાકિસ્તાની એરલાઈન્સ પાસે પાર્ટસ ખરીદવા માટે પણ પૈસા નથી, ત્રણ બોઇંગ 777 સહિત 11 પ્લેન બન્યા ભંગાર
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

Pakistan: સ્પેરપાર્ટ્સ બદલવા માટે નાણાંની અછતને કારણે પાકિસ્તાનની રોકડની તંગીવાળી સરકારી એરલાઇન્સે ત્રણ બોઇંગ 777 સહિત તેના 11 વિમાનોને ગ્રાઉન્ડ કરી દીધા છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ના એક અધિકારીએ જણાવ્યું કે ટોચના મેનેજમેન્ટે છેલ્લા ત્રણ વર્ષમાં 11 એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કર્યા છે. તેમણે કહ્યું કે એરલાઈનમાં નાણાકીય કટોકટી છે અને ડોલર અને પેટ્રોલિયમ ઉત્પાદનોની વધતી કિંમતને કારણે કોઈ મદદ મળી શકી નથી.

આ પણ વાંચો: India Pakistan Relationship: BRICSમાં એન્ટ્રી માટે બેતાબ છે પાકિસ્તાન, શું ભારત તેને ફરી રોકી શકશે?

આ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રૂટ પર પીઆઈએ દ્વારા સંચાલિત 31માંથી 11 વિમાન કરાચી અને ઈસ્લામાબાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડ થઈ ગયા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ડોમેસ્ટિક ફ્લાઈટને અસર થઈ છે

તેમણે કહ્યું કે નાણાકીય કટોકટીને કારણે એરલાઇન્સ ગયા વર્ષથી સ્પેરપાર્ટસ ખરીદવાની સ્થિતિમાં નથી, જેના કારણે આ એરક્રાફ્ટને ધીમે-ધીમે ઓપરેશનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. શેહબાઝ શરીફની આગેવાની હેઠળની અગાઉની સરકારે પીઆઈએમાં નવા એમડીની નિમણૂક કરી હતી અને સરકારી માલિકીની એરલાઇનનું ખાનગીકરણ કરવાની તેની યોજના રજૂ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે એરલાઇન હાલમાં ઉપલબ્ધ 20 એરક્રાફ્ટ સાથે તેની કામગીરી ચાલુ રાખી રહી છે પરંતુ તેના ફ્લાઇટ શેડ્યૂલને અસર થઈ છે, જેમાં ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઈટ પર વધારે અસર જોવા મળી છે.

PIA પર 742 અબજ રૂપિયાનું દેવું!

મીડિયા રિપોર્ટ્સમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનમાંથી આવા સમાચાર સામે આવી રહ્યા છે. મે મહિનામાં પણ પીઆઈએના સીઈઓ આમિર હયાતે કહ્યું હતું કે આ વર્ષે એરલાઈન્સને 112 અબજનું નુકસાન થશે. તેમણે કહ્યું કે હાલમાં પીઆઈએ 742 અબજ રૂપિયાનું દેવું છે.

પ્લેનના પાર્ટ માટે પૈસા નથી પણ BRICSમાં એન્ટ્રી માટે બેતાબ છે પાકિસ્તાન

પાકિસ્તાને વિવિધ મંચો પરથી ઘણી વખત બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો કે તેણે સત્તાવાર BRICSમાં સામેલ થવા માટે હજુ સુધી અરજી કરી નથી, પરંતુ પાકિસ્તાનનો ખાસ મિત્ર ચીન BRICSનો મહત્વપૂર્ણ ભાગ છે. એટલા માટે માનવામાં આવે છે કે ચીન પાકિસ્તાનને BRICSમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article