
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભારે તણાવ ચાલી રહ્યો છે અને ગુરુવાર રાતથી આ તણાવ ઓપન વોરમાં પરિણમ્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કંધાર સહિત અન્ય પ્રાંતોમાં ઍરસ્ટ્રાઈક કરી, જેના જવાબમાં અફઘાન સેનાએ પણ હુમલા કર્યા. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરાયેલા હવાઈ હુમલા બાદ ખ્વાજા આસિફે ખુલ્લા યુદ્ધની ધમકી આપી તણાવ વધારવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ હવે અમારી ધીરજનો અંત આવ્યો છે. આ અમારી અને તેમની ખુલ્લી જંગ છે. કેવી રીતે થઈ યુદ્ધની શરૂઆત ? ગત 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પકતિકા, નંગરહાર અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા અને કહ્યુ કે તેમણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત (ISKP) સંબંધિત સાત આતંકવાદી શિબિરોને નિશાન બનાવી છે. પાકિસ્તાને દાવો કર્યો કે, તેમની પાસે મજબુત પુરાવા છે કે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ બળવાખોરો પાકિસ્તાન પર હુમલા કરવા માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે. જો કેપાકિસ્તાન દ્વારા કરાયેલા આ હુમલામાં કોઈ આતંકીના મોત તો ન થયા પરંતુ મહિલાઓ...
Published On - 9:33 pm, Fri, 27 February 26