Russia and Ukraine War: અત્યાર સુધીમાં 17 હજાર ભારતીય યુક્રેન છોડી ચૂક્યા છે, સેંકડો ભારતીયોને 15 ફ્લાઈટ દ્વારા વતન પરત લાવવામાં આવશે

|

Mar 03, 2022 | 11:04 AM

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે આગામી 24 કલાકમાં 15 ફ્લાઈટ્સ જાહેર કરવામાં આવી છે

Russia and Ukraine War: અત્યાર સુધીમાં 17 હજાર ભારતીય યુક્રેન છોડી ચૂક્યા છે, સેંકડો ભારતીયોને 15 ફ્લાઈટ દ્વારા વતન પરત લાવવામાં આવશે
Indian students leave from Ukraine
Image Credit source: ANI

Follow us on

Russia and Ukraine War: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine)વચ્ચે સ્થિતિ વણસી રહી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારત સરકાર 26 ફેબ્રુઆરીથી ઓપરેશન ગંગા (Operation Ganga)  ચલાવી રહી છે. આ અંગે વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું કે અત્યાર સુધીમાં 17,000 ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે આગામી 24 કલાકમાં સેંકડો ભારતીયોને 15 ફ્લાઈટ દ્વારા વતન પરત લાવવામાં આવશે.

પોલેન્ડે ફસાયેલા ભારતીયોને પોલેન્ડની સરહદમાં પ્રવેશવા માટે શક્ય તેટલી વહેલી તકે બુડોમિર્ઝ બોર્ડર પોસ્ટ પર પહોંચવાની સલાહ આપી છે, જેથી તેઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ઓપરેશન ગંગા હેઠળ, હંગેરી, રોમાનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયાથી ભારતીયોને સરહદી ચોકીઓ દ્વારા યુક્રેન છોડ્યા બાદ હવાઈ માર્ગે ઘરે લાવવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ભારતના અભિયાન ઓપરેશન ગંગા અંતર્ગત છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ ભારત માટે રવાના થઈ છે. જેમાં પોલેન્ડની પ્રથમ ફ્લાઈટનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 1,377થી વધુ ભારતીયોને યુક્રેનથી પરત લાવવામાં આવ્યા છે.

17,000 ભારતીયોએ યુક્રેન છોડ્યું

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બુધવારે કહ્યું કે યુક્રેન છોડનારા ભારતીયોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. અમારો અંદાજ છે કે અમારી એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી લગભગ 17,000 ભારતીય નાગરિકોએ યુક્રેનની સરહદો છોડી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં 15 ફ્લાઈટ્સ નિર્ધારિત છે.

યુક્રેન પર હુમલા વધુ તીવ્ર

રશિયાએ યુક્રેન પર હુમલો તેજ કર્યા છે. આ હુમલા બાદ મોદી સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું અભિયાન પણ તેજ કરી દીધું છે. વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ પણ ભારતીય નાગરિકોને લાવવા માટે રવાના થયું છે. આ દરમિયાન યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે રશિયન સેના ખાર્કિવ શહેરમાં પહોંચી ગઈ છે. આખી દુનિયા રશિયા પર યુદ્ધ ખતમ કરવા માટે સતત દબાણ કરી રહી છે. ઘણા દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા છે. પરંતુ રશિયા તેને સ્વીકારવા તૈયાર નથી.

આ પણ વાંચો : Russia-Ukraine War: રશિયાનો દાવો, યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને ઢાલ તરીકે કરી રહ્યા છે ઉપયોગ, ભારતે કહ્યુ તમામ સુરક્ષિત

Next Article