Turkey Earthquake : વિનાશક ભૂકંપ બાદ તુર્કી-સીરિયાની વ્હારે ભારત, યુદ્ધના ધોરણે કામ કરી રહી છે સેના

ભારત 'ઓપરેશન દોસ્ત' દ્વારા તુર્કી અને સીરિયાને મદદ કરી રહ્યું છે. મહત્વનું છે કે ભારતે મદદ માટે આર્મી અને NDRFની ઘણી ટીમો મોકલી છે, જે લોકોને બચાવવા અને ઘાયલોની સારવાર કરવામાં મદદ કરી રહી છે.

Turkey Earthquake : વિનાશક ભૂકંપ બાદ તુર્કી-સીરિયાની વ્હારે ભારત, યુદ્ધના ધોરણે કામ કરી રહી છે સેના
NDRF
| Edited By: | Updated on: Feb 12, 2023 | 8:18 AM

તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહીમાં અત્યાર સુધીમાં 28,000 થી વધુ લોકોના મોત થયા છે. તો 80 હજારથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સતત છઠ્ઠા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ખંડેરોમાં હજુ પણ જીવન અને મૃત્યુની લડાઈ ચાલી રહી છે. મૃતદેહોની સાથે કાટમાળમાંથી કેટલાક લોકોને જીવતા બહાર કાઢવામાં આવી રહ્યા છે.

કેટલાકને 90 કલાક પછી કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ 94 કલાક સુધી જીવન માટે સંઘર્ષ કર્યો હતો. એકને 144 કલાક બાદ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તેનું મોત થયું હતુ. ખંડેરમાંથી આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.આપને જણાવી દઈએ કે, ભારત સહિત વિશ્વના ઘણા દેશોએ તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવ માટે મદદનો હાથ આગળ વધાર્યો છે.

‘ઓપરેશન દોસ્ત’દ્વારા મદદ કરી રહ્યું છે ભારત

ભારત ‘ઓપરેશન દોસ્ત’ દ્વારા તુર્કી અને સીરિયાને મદદ કરી રહ્યુ છે. ભારતે મદદ માટે આર્મી અને NDRFની ઘણી ટીમો મોકલી છે, જે લોકોને બચાવવા અને ઘાયલોની સારવાર કરવામાં મદદ કરી રહી છે. ભારતે તુર્કી અને સીરિયામાં દવાથી લઈને રાહત સામગ્રી સુધીની દરેક વસ્તુ મોકલી છે. તુર્કીના લોકો ભારતના ‘ઓપરેશન દોસ્ત’ની પ્રશંસા કરી રહ્યા છે.

હું ભારતીય સેનાનો આભારી છું

ફુરકાન નામના તુર્કીના નાગરિકે સમાચાર એજન્સી ANIને કહ્યું, “હું ભારતીય રાહત અને બચાવ ટીમનો ખરેખર આભારી છું કારણ કે તેઓ અહીં પહોંચનાર પ્રથમ જૂથ છે. હું ભારતમાંથી તે જૂથને પહેલીવાર મળ્યો હતો અને હું મારી લાગણીઓ વ્યક્ત કરી શકતો નથી. હું તેમને ‘મિત્ર’ કહું છું પણ હું તેમને ભાઈ-બહેન તરીકે જોઉં છું.

Published On - 7:12 am, Sun, 12 February 23