Omicron variant : ફ્રાન્સમાં કોરોના વિસ્ફોટ, દર સેકન્ડે 2 લોકો થાય છે સંક્રમિત, 2 લાખથી વધુ નોંધાયા નવા કેસ

|

Dec 30, 2021 | 6:59 AM

ફ્રાન્સમાં ઓમિક્રોન વેરિઅન્ટથી કોરોનાના કેસમાં વધારો થયો છે. બુધવારે રેકોર્ડ બ્રેક 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

Omicron variant : ફ્રાન્સમાં કોરોના વિસ્ફોટ, દર સેકન્ડે 2 લોકો થાય છે સંક્રમિત, 2 લાખથી વધુ નોંધાયા નવા કેસ
File photo

Follow us on

વિશ્વભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના ( Omicron variant ) ઝડપથી વધી રહેલા ખતરા વચ્ચે ઘણા દેશોમાં કોરોના (Corona) વાયરસના સંક્ર્મણના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. ફ્રાન્સમાં (france) બુધવારે કોરોનાના સંક્ર્મણના રેકોર્ડ 2.08 લાખ નવા કેસ નોંધાયા હતા. દેશના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને નેશનલ એસેમ્બલીમાં કહ્યું કે નવા આંકડા દર્શાવે છે કે દર સેકન્ડે બે ફ્રેન્ચ નાગરિકો કોરોના સંક્રમિત મળી રહ્યા છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ આ ઝડપે સંક્ર્મણને ફેલાવવા માટે જવાબદાર છે.

તો બીજી તરફ બુધવારે, 3,400 કોરોના દર્દીઓને ફ્રાન્સમાં હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે ગયા સપ્તાહ કરતા 10 ટકા વધુ છે. આરોગ્ય મંત્રીએ રેસ્ટોરાં, સિનેમાઘરો, થિયેટરો, મ્યુઝિયમ અને અન્ય સ્થળોએ માત્ર રસીકરણ કરાયેલ લોકોને જ મંજૂરી આપવાના નિર્ણયનો બચાવ કર્યો છે.

ફ્રાન્સમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રીએ રસી ન મેળવનાર લોકોને ચેતવણી આપી અને કહ્યું કે એવી તક છે કે તમે કોરોનાથી બચી શકો. વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ફ્રાન્સે અત્યાર સુધીમાં તેની 77 ટકા વસ્તીને સંપૂર્ણપણે રસી આપી છે અને બૂસ્ટર ડોઝ પણ શરૂ કર્યા છે. પરંતુ દેશમાં હજુ 40 લાખથી વધુ પુખ્ત વયના લોકોને રસી આપવાનું બાકી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

મે મહિના પછી એક જ દિવસમાં સંક્રમણને કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે

અગાઉ મંગળવારે ફ્રાન્સમાં કોરોનાના 1,79,807 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન દેશમાં કોરોનાને કારણે 290 લોકોના મોત થયા છે. આ રીતે, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 1,23,000 થી વધુ થઈ ગઈ છે. મે મહિના પછી એક જ દિવસમાં મૃત્યુનો આ સૌથી વધુ આંકડો છે.

ફ્રાન્સના વડા પ્રધાન જીન કાસ્ટ્યુક્સે તાજેતરમાં કોરોના વાયરસના ફેલાવાના રોકવાના પ્રયાસરૂપે નવા COVID-19 ઉપાયની જાહેરાત કરી હતી, પરંતુ નવા વર્ષની પૂર્વ સંધ્યા પહેલાં કડક નિયંત્રણો લાદવાનું ટાળ્યું હતું. આવતા અઠવાડિયાથી, 2,000 લોકોને મોટી ઇન્ડોર ઇવેન્ટ્સ માટે અને 5,000 લોકોને આઉટડોર ઇવેન્ટ્સ માટે મંજૂરી આપવામાં આવશે. આ નવા નિયમો ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી અમલમાં રહેશે.

આ પણ વાંચો : Booster Dose: કોવિશીલ્ડ વેક્સિન લેનાર માટે ‘કોવોવૈક્સ’ વેક્સિન બુસ્ટર ડોઝ તરીકે છે વધુ સારી, જાણો વધુ વિગત

આ પણ વાંચો : BHARUCH : હાંસોટમાં 2 NRI ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું, દોઢ મહિનામાં 1300 વિદેશીઓ ભરૂચ પહોંચ્યા

Next Article