Pakistan : ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) ના એક પ્રતિનિધિમંડળે બુધવારે નિયંત્રણ રેખા (LOC) ની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓને સુરક્ષા સ્થિતિ વિશે પાકિસ્તાન આર્મી અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ભારતે અગાઉ ઓઆઈસીને (Organization of Islamic Countries) દેશની આંતરિક બાબતો પર ટિપ્પણીઓ રોકવા જણાવ્યુ હતું. ઉપરાંત ભારત પાકિસ્તાનને સતત યાદ અપાવી રહ્યુ છે કે જમ્મુ અને કાશ્મીર દેશનો અભિન્ન ભાગ હતો, છે અને હંમેશા રહેશે.
OICની મુલાકાતે ભારતની ચિંતા વધારી
તેણે પાકિસ્તાનને સત્ય સ્વીકારવાની અને ભારત વિરોધી પ્રચાર બંધ કરવાની સલાહ પણ આપી છે. આમ છતાં આ મુલાકાત થતા મુશ્કેલી વધી છે. પાકિસ્તાની સેનાએ (Pakistan Army) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રતિનિધિમંડળમાં કાશ્મીર માટે OICના વિશેષ દૂત યુસુફ એલ્ડોબે, OICના સહાયક મહાસચિવ તારિક અલી બખિત અને સાઉદી અરેબિયા, મોરોક્કો, સુદાન અને માલદીવના (Maldiv) વરિષ્ઠ રાજદ્વારીઓ સામેલ હતા અને તેઓને LoCના ચિરીકોટ સેક્ટરમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે પ્રતિનિધિમંડળને સૈન્ય અધિકારીઓ દ્વારા એલઓસી પરની તાજેતરની સુરક્ષા સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી.
POK ના અધિકારીઓ મુઝફ્ફરાબાદ ગયા હતા
ઓઆઈસીનું પ્રતિનિધિમંડળ એક સપ્તાહની મુલાકાતે રવિવારે પાકિસ્તાન પહોંચ્યું હતું અને ઓર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કો-ઓપરેશનના નેતાઓને મળવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ પણ પહોંચ્યા હતા.પ્રતિનિધિમંડળ ત્યાંની મોડેલ ગામની પણ મુલાકાત લે તેવી અપેક્ષા છે. આ પહેલા પણ OIC ઘણી વખત ભારત (India) વિરુદ્ધ ઝેર ઘોળ્યુ છે. તેણે ભારતને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાનો નિર્ણય પાછો ખેંચવા પણ કહ્યું હતું.
ભારતે જડબાતોડ જવાબ આપશે ?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ (Arindam Bagchi)પણ ભારપૂર્વક કહ્યું હતું કે OICને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (ઇન્ડિયા સ્લેમ્સ OIC) સંબંધિત બાબતોમાં બોલવાનો કોઈ અધિકાર નથી. વધુમાં બાગચીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેમણે OICના મહાસચિવને ઠપકો આપ્યો અને તેમને પાકિસ્તાનના દુષ્પ્રચારથી દૂર રહેવા વિનંતી કરી. જો કે, OIC પ્રતિનિધિમંડળ પણ અહીં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પહોંચ્યું છે,ત્યારે આ મામલે ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
આ પણ વાંચો: એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા