Odisha: વિશ્વનો સૌથી મોટો સફેદ મગરનો પાર્ક ટૂરિસ્ટ માટે ફરીથી ખુલ્યો

|

Jan 25, 2021 | 6:28 PM

ઓડિશાના ભીતરકણિકા નેશનલ પાર્કમાં ખારા પાણીના મગરની વાર્ષિક વસ્તી ગણતરી બાદ રવિવારે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

Odisha: વિશ્વનો સૌથી મોટો સફેદ મગરનો પાર્ક ટૂરિસ્ટ માટે ફરીથી ખુલ્યો
White Crocodile

Follow us on

ઓડિશાના ભીતરકણિકા નેશનલ પાર્કમાં ખારા પાણીના મગરની વાર્ષિક વસ્તી ગણતરી બાદ રવિવારે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં સ્થિત ભીતરકણિકા નેશનલ પાર્ક વિશ્વનો સૌથી મોટો સફેદ મગર પાર્ક છે. વાર્ષિક વસ્તી ગણતરી પછી, ઉદ્યાનના પ્રારંભના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા. લોકો અહીં તેમના પરિવાર અને બાળકો સાથે પિકનિક માટે આવે છે.

સફેદ મગર માટે પ્રખ્યાત, આ પાર્ક દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. પાર્કમાં પહોંચેલા એક પર્યટકએ કહ્યું કે, ‘અમારું ગ્રુપ ભીતરકણિકા નેશનલ પાર્ક પિકનિક માટે આવ્યું છે. અને અહીંનું વાતાવરણ ખૂબ જ સુખદ છે અને અમે ખૂબ જ આનંદ લઇ રહ્યા છીએ. ”તેમણે એમ પણ કહ્યું કે પાર્ક ફરી શરૂ થતાં પર્યટન ક્ષેત્રે વેગ પકડશે. પાર્કમાં હાજર અન્ય એક પર્યટક પારૂલએ જણાવ્યું હતું કે અમારો પરિવાર અહીં કટકથી આવ્યો છે. અમને અહીં ખૂબ જ મજા આવી અને મગરો, વાંદરા અને પક્ષીઓનાં ઘણા બધા ફોટા લીધાં. ઓડિશા વન વિભાગ દ્વારા આ પાર્કને રાજ્યનું ઇકો ટૂરિસ્ટ સ્થળ (Eco tourist destination) તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

ભીતરકણિકા નેશનલ પાર્કની સુવિધાઓ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

1. ભીતરકણિકા ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના ઉત્તર-પૂર્વ ખૂણામાં બ્રહ્માણી-બૈતરની નદીના મુખમાં સ્થિત છે.

2. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભીતરકણિકા સદાબહાર 672 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે.

3. ભીતરકણિકા વિવિધ પ્રકારની સરીસૃપ પ્રજાતિઓ માટે જાણીતું છે.

4. અહીં સફેદ મગર, ગરોળી, ભારતીય અજગર, ખારા પાણીના મગર અને ઘણા પ્રકારના સાપ જોવા મળે છે.

5. આ પાર્ક ખારા પાણીના મગરો માટે પ્રખ્યાત છે જે લગભગ 16 ફુટ લાંબા હોય છે.

6. ભીતરકણિકા નેશનલ પાર્કએ વિશ્વનો સૌથી મોટો સફેદ મગરનો પાર્ક છે.

7. ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનો બીજો સૌથી મોટો સદાબહાર વન છે.

Next Article