
સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વના નવા નક્શા માટે વોટીંગ થયુ. ત્યારે અમેરિકા એવુ ઈચ્છતુ હતુ કે જે નક્શો 457 વર્ષોથી ચાલી રહ્યો છે તે જ નક્શો યથાવત્ રહે, નવો નક્શો ન આવે. પરંતુ, આફ્રિકી દેશો નવો નક્શો લાવવાની માગ કરી રહ્યા હતા. UNO માં આ વોટિંગ દરમિયાન 164 દેશોએ દુનિયાનો નક્શો બદલવાનું સમર્થન કર્યુ. ભારતે પણ આ ઐતિહાસિક બદલાવની તરફેણમાં મતદાન કર્યુ. 6 દેશો વોટિંગથી દૂર રહ્યા અને અમેરિકા એકમાત્ર એવો દેશ હતો જેણે આ બદલાવના વિરોધમાં વોટીંગ કર્યુ. એટલે કે દુનિયાના નવા નક્શા પર સ્કોર 164/1નો રહ્યો. જેમા 164 દેશ સમર્થન કરતા દેશો અને અમેરિકા વૈશ્વિક મંચ પર એકલુ અટુલું પડી ગયુ. આ ઘટના માત્ર એક નક્શાનું પરિણામ નથી. આ એક મહાશક્તિના વળતા પાણીનો સંકેત પણ છે. જેને વિશ્વભરમાં સુપરપાવર અમેરિકાના એકલા-અટુલા પડવાની શરૂઆત પણ ગણી શકાય છે. આ દુનિયાના નવા નક્શાની સાથે વિશ્વમાંથી અમેરિકી વર્ચસ્વના તૂટવાનો એક આરંભ પણ કહી શકાય.
સૌપ્રથમ આપણે એ જાણી લઈએ કે દુનિયાના નવા નક્શા અને જૂના નક્શામાં શું તફાવત છે અને આફ્રિકી દેશો જુના નક્શાને બદલવાની માગ કેમ કરી રહ્યા હતા?
અત્યાર સુધી જે નક્શા દ્વારા આપણે દુનિયાને જોતા-સમજતા હતા, તે નક્શો વર્ષ 1569માં યુરોપના મેપ મેકર ગેર્રેડસ મર્કેટર (Geradus Mercator) દ્વારા બનાવવામાં આવ્યો હતો. મર્કેટરે આ નક્શો એટલે બનાવ્યો હતો જેથી યુરોપીય સંશોધકોને દુનિયાભરમાં યાત્રા કરવામાં મદદ મળી શકે. મર્કેટરે ડિઝાઈન કરેલો જુનો નક્શો યુરોપિય વિચારસરણી અને યુરોપીયન્સને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યો હતો. અત્રે એ પણ નોંધવુ રહ્યુ કે જ્યારે આ નક્શો બન્યો ત્યારે સમગ્ર દુનિયા યુરોપિયન સંસ્થાનવાદની શિકાર હતી. એટલે કે દુનિયાના દેશો પર યુરોપિયન દેશો કબજો કરી રહ્યા હતા અથવા તો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. દુનિયાને જોવા-સમજવાનો દૃષ્ટિકોણ પણ બદલાયો છે. આથી નક્શો પણ પણ બદલાઈ રહ્યો છે. મર્કેટરે તેના નક્શામાં પૃથ્વીના ઘુમાવ (ગોળાઈ)ને બતાવવા માટે ભૂમધ્ય રેખાની નજીકના દેશોને તેના વાસ્તવિક આકારથી નાના અને ધ્રુવના નજીકના દેશોને મોટા બતાવ્યા છે.
વર્ષ 2018માં કાર્ટોગ્રાફ ટીમે જે નવો નક્શો ડિઝાઈન કર્યો તે દુનિયાના દેશોને તેના ક્ષેત્રફળ મુજબ દર્શાવે છે. આથી જ નવા નક્શાને ‘સમાન પૃથ્વી પ્રક્ષેપણ’ (Equal Earth Projection) નામ આપવામાં આવ્યુ છે. અહીં મર્કેટરનો મેપ અને ઈક્વલ અર્થ પ્રોજેક્શનન ના ફર્કને સમજવુ પણ જરૂરી છે. આ બંને નક્શામાં શું તફાવત છે. જુના નક્શામાં આફ્રિકાનો આકાર ઘણો નાનો દેખાતો હતો. જ્યારે નવા મેપમાં આફ્રિકા મોટો દેખાશે. જુના નક્શામાં ગ્રીનલેન્ડ આફ્રિકા જેવડુ જ દર્શાવાયુ હતુ. ગ્રીનલેન્ડનું કૂલ ક્ષેત્રફળ 22 લાખ વર્ગ કિલોમીટર છે. જેની સામે આફ્રિકાનું ક્ષેત્રફળ 3 કરોડ વર્ગ કિલોમીટર છે. એટલે કે આફ્રિકા ગ્રીનલેન્ડથી લગભગ 14 ગણુ મોટુ છે. પરંતુ જુના નક્શામાં બંનેને સમાન દેખાતા હતા.
હવે નવા નક્શામાં વાસ્તવિક ક્ષેત્રફળ અને સાઈઝ મુજબ ગ્રીનલેન્ડ નાનું દેખાશે અને આફ્રિકા મોટુ દેખાશે. જુના નક્શામાં ઉત્તરી અમેરિકા અને યુરોપ તેના ક્ષેત્રફળથી ચાર ગણા મોટા દેખાતા હતા. હવે નવા નક્શામાં તે તેની સાઈઝ મુજબ જ દેખાશે. ખોટી રીતે મોટા નહીં દેખાય. જુના નક્શામાં રશિયા અને કેનેડા પણ પહેલા વધુ મોટા અને વિશાળ દેખાતા હતા પરંતુ હવે રશિયા આફ્રિકા કરતા નાનું દેખાશે. ભારત અને દક્ષિણ એશિયાને જુના નક્શામાં નાનું બતાવવામાં આવતુ હતુ પરંતુ નવા નક્શામાં આ ત્રુટિને પણ દૂર કરવામાં આવી છે. હવે નવા નક્શામાં ભારતનો આકાર પણ પહેલાથી થોડો મોટો દેખાશે. એટલે કે નવો નક્શો દેશોને તેના વાસ્તવિક ક્ષેત્રફળ અનુસાર બતાવે છે. આથી આફ્રિકી દેશો તેનુ સમર્થન કરી રહ્યા છે. નક્શામાં બદલાવથી વાસ્તવિક જમીન, આંતરરાષ્ટ્રીય સરહદો અને દેશોના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર નહીં થાય. માત્ર મેપની અંદર પૃથ્વીને બતાવવાની મેથડ બદલાઈ જશે.
આ નવા નક્શામાં વિશ્વનું લોકતાત્રિકરણ કરાયુ છે એટલે કે જે દેશ જે આકારનો છે તેને તે જ આકારમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે. અમેરિકાનો આકાર પણ નવા નક્શામાં નાનો થયો છે. જેનાથી પોતાને સર્વ શક્તિશાળી સમજનાર અમેરિકાને આ વાત ગળે નથી ઉતરી રહી. આથી જ તે નવા નક્શાનો વિરોધ કરી રહ્યુ હતુ. અત્યાર સુધી અમેરિકા તેનો વૈચારિક એજન્ડા સમગ્ર દુનિયા પર થોપી રહ્યુ હતુ. નવા વર્લ્ડ મેપ પર યુએનમાં થયેલા વોટિંગ બાદ સ્પષ્ટ થઈ ગયુ છે કે મેજોરિટી હવે અમેરિકાના વૈચારિક એજન્ડાને નકારી ચુક્યુ છે. હવે વર્લ્ડ ઓર્ડર બદલાઈ રહ્યો છે, હવે વિશ્વ અમેરિકાની દાદાગીરીથી નહીં પરંતુ લોકતંત્રની અવાજ અને બરાબરની (ઈક્વાલિટીના) નિયમથી ચાલશે. લોકતંત્રનો આ જ અવાજ અને સામ્રાજ્યવાદી વિચારસરણી વિરુદ્ધ એકજૂટતાથી અમેરિકા એકલું અટુલું પડી ગયું, જો કે આટલી મોટી હાર અમેરિકાને પહેલીવાર મળી છે.
દુનિયાનો નવો નક્શો સંયુક્ત રાષ્ટ્રમાં પાસ થવો, વૈશ્વિક સંગઠનોમાંથી અમેરિકાનું બહાર થઈ જવું એ બધી જોવામાં એક રીતે ભલે નાની-નાની ઘટના લાગે. અમેરિકા ભલે એવો દેખાવ કરે કે તેમના વિના આ વૈશ્વિક સંસ્થાઓ નહીં ચાલે પરંતુ આ ઘટનાઓ બતાવી રહી છે કે વર્લ્ડ ઓર્ડરમાં અમેરિકા ઘણું નીચે જઈ રહ્યુ છે. હવે તેની પકડ ઢીલી પડી રહી છે. જ્યાં સુધી આ સંગઠનોમાં અમેરિકી અવાજ સામે દુનિયા ચૂપ રહી ત્યાં સુધી તેની મનમાની ચાલતી રહી. ત્યાં સુધી તે જગત જમાદારની ભૂમિકામાં રહ્યુ પરંતુ હવે ભારત સહિત ગ્લોબલ સાઉથ અને આફ્રિકી દેશોનું વર્ચસ્વ વધી રહ્યુ છે. બ્રિટન-ફ્રાંસ જેવા યુરોપીય દેશો અમેરિકાનો સાથ છોડી રહ્યા છે અને નક્શાની સાથે થઈ રહેલા આ વૈશ્વિક બદલાવ પણ પરિણામોમાં દેખાઈ રહ્યા છે.
Published On - 9:00 pm, Mon, 7 September 26