ભારતીયો માટે ખરાબ સમાચાર, નવા નિયમો હેઠળ દરરોજ અનેક વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે

|

Dec 09, 2024 | 4:32 PM

જો તમે દુબઈ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો દુબઈના વીઝા હવે સરળતાથી મળશે નહિ,કારણ કે, હવે વિઝા અરજીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો બતાવવાના રહેશે. ચાલો જાણીએ આ નિયમો વિશે.

ભારતીયો માટે ખરાબ સમાચાર, નવા નિયમો હેઠળ દરરોજ અનેક વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે

Follow us on

દુબઈ સૌથી ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે. દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્ઝ ખલીફા પણ અહિ આવેલી છે. જેને જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ-વિદેશથી ટુરિસ્ટ આવતા હોય છે. જો તમે દુબઈ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો.તો તમને જણાવી દઈએ કે, વીઝા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે, વીઝા મેળવવા માટે તમારે કેટલાક જરુરી ડોક્યુમેન્ટ દેખાડવા પડશે, ત્યારબાદ તમે કોઈ ટેન્શન વગર દુબઈનો પ્રવાસ કરી શકો છો. તો ચાલો જાણીએ આ નિયમ વિશે અને આ નિયમ કોના પર લાગુ પડશે.

વીઝાના નવા નિયમો

વીઝાના નવા નિયમો એ પ્રવાસીઓ પર લાગુ પડશે. જે દુબઈમાં પરિવાર સાથે રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જે પ્રવાસીઓ આવું પ્લાનિંગ કરી રહ્યા છે.તેમને અલગ પ્રકારની વિઝા અરજી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. સરળ શબ્દોમાં કહીએ તો, તેમના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. મતલબ કે, આ પ્રવાસીઓએ વિઝા અરજી પ્રક્રિયા દરમિયાન હોસ્ટ રેન્ટલ એગ્રીમેન્ટ, અમીરાત ID, રહેઠાણ વિઝા કોપી, કોન્ટેક વિગતો આપવી પડશે. શક્ય હોય ત્યાં સુધી તમામ દસ્તાવેજો ઓરિજનલ દેખાડવા અને કોઈપણ પ્રકારની છેતરપિંડી કરવી નહિ.

નવા નિયમોને કારણે તૈયાર પ્રવાસીઓ પણ વિઝા મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. આના કારણે મુસાફરોને માત્ર વિઝા ફીનું જ નુકસાન થતું નથી પરંતુ પ્રી-બુક કરાયેલી ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગ પાછળ ખર્ચવામાં આવતા નાણાં પણ ગુમાવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-12-2024
Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે

વીઝાના નિયમ ક્યારથી શરુ થશે

વિઝા અરજી પ્રક્રિયાના આ નવા નિયમો 8 ડિસેમ્બરથી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે, આ દિવસથી દુબઈ શોપિંગ ફેસ્ટિવલ પણ શરૂ થશે. જેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પણ દુબઈ પહોંચે છે. આ ઉત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલશે. જે ભારતીય પ્રવાસીઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવી રહ્યા છે અને દુબઈમાં તેમના સંબંધીઓ સાથે રહેવા જઈ રહ્યા છે, તેમણે સંબંધીના ઘરે રોકાવાના પુરાવા દર્શાવવાના રહેશે, જે ભારતીય પ્રવાસીઓ માટે એક પડકાર છે, કારણ કે હોટેલમાં રોકાતા લોકો માટે નવા નિયમો હેઠળ દસ્તાવેજો બતાવવાનું સરળ છે, પરંતુ સંબંધીઓના રોકાણ માટે દસ્તાવેજો એકત્રિત કરવા મુશ્કેલ સાબિત થઈ શકે છે.

નવા નિયમે વધારી શકે છે ટુરિસ્ટનો ખર્ચો

ટુર્સ એન્ડ ટ્રાવ્લેસના ડાયરેક્ટરે જણાવ્યું કે, નવા નિયમો હેઠળ સંબંધીઓના ઘરે રહેવાના ડોક્યુમેન્ટ આપવા યાત્રિકો માટે મુશ્કેલ બની જશે. કારણ કે, જ્યારે પણ આપણે કોઈ સબંધીઓનો ઘરે રહીએ છીએ. તો કોઈ ડોક્યુમેન્ટની માંગ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં પ્રવાસીઓને વીઝા માટે હોટલમાં રહેવાનો વિકલ્પ પસંદ કરવા મજબુર થવું પડશે, આ કારણે પ્રવાસીઓનો ટ્રિપનો ખર્ચો પણ વધી જશે.

દુબઈની હોટેલના ભાવ મોંઘા છે

દુબઈની હોટલના ભાવ ખુબ મોંઘા હોય છે. અહિ ગયા પછી પ્રવાસીઓ સસ્તી હોટલની આશા કરી શકતા નથી. દુબઈમાં હોટલમાં એક રાત રહેવાનો ભાવ 20,000 રુપિયાથી લઈ 1 લાખ રુપિયા સુધીનો હોય છે. ત્યારબાદ તમે જેવી ફેસિલિટી ઈચ્છો તે પ્રમાણે ભાવ વધતો રહે છે.

UAEના શહેર દુબઈ જ્યાં આખી દુનિયામાં ઉંચી ઈમારતો,નાઈટલાઈફ, શોપિંગ મોલ માટે વિશ્વભરમાં ફેમસ છે. દુબઈમાં અનેક ભારતીય મંદિર પણ આવેલા છે. જે ઈન્ડિયન ટુરિસ્ટ અદ્ભુત અનુભવ પ્રદાન કરે છે. એટલું જ નહિ બુર્ઝ ખલીફા સિવાય અહિ ફરવા માટે અનેક સ્થળો આવેલા છે. તમને જણાવી દઈએ કે, દુબઈ એકમાત્ર એવી જગ્યા છે. જ્યાં માનવે બનાવેલા સુંદર ટાપુઓ છે. જેને જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે.

દુબઈ જનારા ભારતીય પ્રવાસીઓ માટે નિયમોમાં તાજેતરના ફેરફારોને કારણે વિઝા મેળવવું વધુ પડકારજનક બની ગયું છે. પરિણામે, ભારતીય પ્રવાસીઓ અને ટ્રાવેલ એજન્ટો બંનેને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. નવા નિયમો દાખલ થયા પછી પરિસ્થિતિ ઝડપથી બગડી છે. દુબઈ ટૂરિસ્ટ વિઝા માટેની અપડેટ કરેલી આવશ્યકતાઓમાં હવે પુરાવો, રિટર્ન ફ્લાઈટ ટિકિટ અને સંબંધીઓ સાથે રહેતા લોકો માટે રહેઠાણની વિગતોનો સમાવેશ થાય છે. ઘણા પ્રવાસીઓ આ નવી આવશ્યકતાઓથી અજાણ હોય છે, જેના કારણે તેમની વિઝા અરજીઓ નકારવામાં આવે છે.

Next Article