Breaking News : નેપાળમાં થયો તખ્તાપલટ, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું

નેપાળમાં હિંસાને કારણે કાઠમંડુ અને નજીકના શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નેપાળમાં તખ્તાપલટ થયો છે, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું

Breaking News : નેપાળમાં થયો તખ્તાપલટ, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું
| Updated on: Sep 09, 2025 | 2:48 PM

નેપાળમાં હિંસા ચાલુ છે. આ દરમિયાન, નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત, ડેપ્યુટી પીએમ સહિત 10 મંત્રીઓએ અત્યાર સુધીમાં રાજીનામું આપી દીધું છે. વિરોધીઓ પાંચ માંગણીઓ સાથે એકઠા થયા છે. ઘણા શહેરોમાં ભારે હોબાળો મચી ગયો છે.નેપાળની બગડતી હાલત વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીની રાજીનામાની માંગ થઈ રહી હતી. પ્રદર્શનકારીઓ કેપી ચોર અને દેશ છોડો જેવા નારા લગાવી રહ્યા હતા.

 

 

ભારત-નેપાળ સરહદ હાઇ એલર્ટ પર

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ભારત-નેપાળ સરહદ પર પાનીટાંકી હાઇ એલર્ટ પર છે. એસપી પ્રવીણ પ્રકાશે જણાવ્યું હતું કે, “અહીં એક પોલીસ ચોકી સ્થાપિત કરવામાં આવી છે અને પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અમે એલર્ટ પર છીએ અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.”

 

નેપાળમાં તખ્તાપલ્ટ થઈ ગયો છે. વડાપ્રધાન કેપી ઓલીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, પીએમના નામની જાહેરાત આજે સાંજ સુધીમાં થઈ શકે છે. બેકાબુ પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં આગ લગાવી દીધી છે.

તખ્તાપલટ શું છે?

તખ્તાપલટ શા માટે થાય છે અથવા તેની શક્યતાઓ ધીમે ધીમે કેવી રીતે મોટું સ્વરૂપ મેળવે છે તે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. બળવો એ એવી પરિસ્થિતિ છે જ્યારે સૈન્ય, અર્ધલશ્કરી દળો અથવા વિરોધ પક્ષ દેશમાં ચૂંટણીઓ કરાવ્યા વિના વર્તમાન સરકારને બળપૂર્વક કાઢી મૂકે છે અને પોતે સત્તા પર કબજો કરે છે. જ્યારે લશ્કરી બળવા એટલે કે લશ્કરી તખ્તાપલટ, લશ્કર સરકારને હટાવે છે અને તેના નિયંત્રણ હેઠળની સરકાર સ્થાપે છે.

શું છે સમગ્ર ઘટના

નેપાળમાં સરકારે 26 સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. સરકારના આ આદેશ બાદ દેશમાં હોબાળો મચી ગયો હતો. યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેપાળમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારત પણ એલર્ટ મોડ પર છે. ઉત્તર પ્રદેશના ઘણા સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

14 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ, 14 વર્ષ જેલમાં રહ્યા આવો છે નેપાળના પીએમ કેપી શર્માનો પરિવાર અહી ક્લકિ કરો

Published On - 2:21 pm, Tue, 9 September 25