પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ (Nawaz Sharif) પર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના કાર્યકર દ્વારા લંડનમાં (London) હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના એક પત્રકારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. નવાઝ શરીફ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે નેશનલ એસેમ્બલીમાં રવિવારે ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. ઈમરાનનું કહેવું છે કે જો વિપક્ષના નેતા અને PML-Nના નેતા શાહબાઝ શરીફ (નવાઝ શરીફના ભાઈ) સત્તા સંભાળશે તો તેઓ અમેરિકાને ગુલામ બનાવી દેશે.
પાકિસ્તાન સ્થિત ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ ફેક્ટ ફોકસ સાથે કામ કરતા પાકિસ્તાની પત્રકાર અહેમદ નૂરાનીએ ટ્વીટ કર્યું કે, “પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લંડનમાં પીટીઆઈ કાર્યકર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પીટીઆઈ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે હવે પાર્ટીએ તમામ હદો વટાવી દીધી છે. શારીરિક હિંસા ક્યારેય માફ કરી શકાતી નથી. પીટીઆઈને હવે ઉદાહરણ બનવું જોઈએ.” તેમણે કહ્યું, ‘આ હુમલામાં નવાઝ શરીફનો ગાર્ડ ઘાયલ થયો હતો. શનિવારે રાત્રે યુકેમાં ગુનેગારોની ધરપકડ સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.
બીજી તરફ પિતા નવાઝ શરીફ પર હુમલા બાદ મરિયમ નવાઝ શરીફે (Maryam Nawaz Sharif) કહ્યું છે કે ઈમરાન ખાનની ‘ઉશ્કેરણી કરવા, લોકોને ભડકાવવા અને રાજદ્રોહ’ના આરોપમાં ધરપકડ થવી જોઈએ. મરિયમે ટ્વીટ કર્યું હતું કે, “પીટીઆઈના જેઓ હિંસાનો આશરો લે છે અથવા કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે તેવી સ્થિતિ સર્જે છે તેમની ધરપકડ થવી જોઈએ. આવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. ઈમરાન ખાન વિરુદ્ધ ‘ઉશ્કેરણી કરવા, લોકોને ભડકાવવા અને રાજદ્રોહ’ આચરવાનો કેસ નોંધવો જોઈએ. ઇન્શાઅલ્લાહ આવુ જલ્દી થશે. આમાંથી કોઈને પણ છોડવામાં નહી આવે.
ઇમરાન ખાને શનિવારે ટેલિવિઝન પર દેશના લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું, ‘શાહબાઝ શરીફ અમેરિકાના ગુલામ હશે. ઈમરાને કહ્યુ કે, શાહબાઝ શરીફને પૂછો કે પાકિસ્તાનને આવી સ્થિતિમાં કોણ લાવ્યું. આપણે ગરીબ છીએ એટલે ગુલામ થવું જોઈએ? વિપક્ષે કહ્યુ ખે, ઈમરાનખાને બહુમતી ગુમાવી દીધી છે. તેમના સાથીદારોએ જ ઈમરાનનો સાથ છોડી દીધો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ