
નવરાત્રીનો તહેવાર ભારતમાં ખૂબ જ ફેમસ છે. એવામાં આ તહેવારની ધાક બેલ્જિયમમાં પણ પડી ગઈ છે. બેલ્જિયમમાં ભક્તો અને ગરબાના શોખીનોએ ચાર ચાંદ લગાવ્યા હતા. બેલ્જિયમમાં રસિયાઓ સંપૂર્ણ ઉત્સાહ સાથે ગરબા કરવા માટે ભેગા થયા હતા.
જો કે, હવે નવરાત્રીના રસિકોને બેલ્જિયમમાં એક નવું ઘર મળી ગયું છે, જ્યાં ભક્તો અને ગરબા ઉત્સાહીઓ સંપૂર્ણ ઉત્સાહ સાથે ગરબા કરવા માટે ભેગા થયા હતા. ઘેન્ટમાં ‘શૂન્ય ડાન્સ સેન્ટર’ જેવા સાંસ્કૃતિક કેન્દ્રમાં આયોજિત આ કાર્યક્રમમાં લોકોની ભીડ ઉમટી હતી.
આ ડાન્સ સેન્ટરમાં બધાની વચ્ચે આધ્યાત્મિકતા, સંગીત અને કોમ્યુનિટી બોન્ડ જોવા મળ્યું હતું. વર્કશોપ અને લાઇવ પર્ફોર્મન્સે આ ઉત્સવને આંતર-સાંસ્કૃતિક (Inter-cultural) અનુભવમાં ફેરવી નાખ્યું, જે હાલ દરેક ભારતીયને આકર્ષી રહ્યું છે. ગરબા અને દાંડિયા ફક્ત ડાન્સ વિશે જ નહીં પરંતુ માતા અંબા પ્રત્યેની ભક્તિ દર્શાવે છે.
લયબદ્ધ તાળીઓ, ઝગમગતા પોશાક અને ઉર્જા સાથે સહભાગીઓ નવરાત્રીના તહેવારમાં ઝૂમી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે, જમીન બદલાઈ શકે છે પરંતુ શ્રદ્ધા, એકતા અને આનંદની આ ઉજવણી ક્યારેય બદલાશે નહી.