
અલગ મુસ્લિમ રાષ્ટ્રનું સપનુ જોનારા પાકિસ્તાનના કાયદે-એ-આઝમ મોહમ્મદ અલી જિન્હાએ તેના અહં ને સંતોષવા અખંડ ભારતના બે ટૂકડા તો કરાવી દીધા પરંતુ તેમને કદાચ એ અંદેશો ન હતો કે દેશનું વિભાજન આટલી હદે વિનાશકારી સાબિત થશે. તેમની રાજનીતિક મહત્વકાંક્ષા એ તેમની પાસે પાકિસ્તાનની ડિમાન્ડ કરાવી. પરંતુ અલગ દેશનું સુખ તેઓ બહુ જાજા દિવસો માટે ભોગવી ન શક્યા અને આઝાદીના એક વર્ષ બાદ થોડા દિવસોમાં જ મોહમ્મદ અલી જિન્નાહનું મોત થઈ ગયુ. જિન્ન્હા જ્યારે પાકિસ્તાન જઈ રહ્યા હતા. તો તેમની આંખોમાં ખુશીના આંસુ નહીં પરંતુ દુઃખના આંસુ હતા. પાકિસ્તાનના કાયદે આઝમ જિન્નાહ ભાગલા બાદ ભારતમાંથી વિદાય લેતા પહેલા એક કબર પર જઈને ખૂબ રડ્યા હતા. એ કબર હતી “બંબઈના ફુલ” થી ઓળખાતી રતનબાઈ એટલે કે રુટ્ટીની. 24 વર્ષ નાની પારસી યુવતી સાથે થયો પ્રેમ પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાહના અંગત જીવન પર પાકિસ્તાનમાં ક્યારેય ચર્ચા થતી નથી. જાણે તેમના અંગત જીવન એટલે કે તેમની પત્ની રતનબાઈ અને દીકરી દીના વિશે વાત કરવી એ...