ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે 7 ઓક્ટોબરના રોજથી જંગ શરુ થઈ છે. જેને આક્રમક સ્વરુપ ધરાણ કર્યું છે. આ જંગ વચ્ચે ઓસ્ટ્રેલિયાના ઓપેરા હાઉસ ઈઝરાયલના ધ્વજના રંગોમાં રંગાયેલું હતું. પરંતુ પેલેસ્ટાઈન સમર્થકો આનાથી નારાજ હતા. તેના વિરોધમાં મોટી સંખ્યામાં હમાસ સમર્થકો એકઠા થયા હતા અને ઈઝરાયેલના ઝંડાને બાળવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે પેલેસ્ટાઈન સમર્થકોને રોકવા માટે સિડની (Sydney) ઓપેરા હાઉસની આસપાસ કોર્ડન ગોઠવી દીધું હતું.
આ પણ વાંચો : Sydney News : સિડનીમાં એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવ્યા, પારિવારિક સમસ્યાઓ હોય શકે છે કારણ
ઈઝરાયેલના ધ્વજના રંગોમાં ઓપેરા હાઉસની રોશનીથી પેલેસ્ટાઈનો ગુસ્સે થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓપેરા હાઉસની બહાર લગભગ 2000 લોકો એકઠા થયા હતા.પોલીસે પેલેસ્ટાઈન સમર્થકોને રોકવા માટે સિડની ઓપેરા હાઉસની આસપાસ સ્ટીલ કોર્ડન ગોઠવી દીધું હતું. આ રેલીનું આયોજન પેલેસ્ટાઈન એક્શન ગ્રુપ સિડની દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ માસ્ક પહેર્યા હતા.
આ પ્રદર્શન દરમિયાન ઈઝરાયલ વિરોધી અને યહુદી વિરોધી નારેબાજી કરી રહ્યા હતા. ભીડમાંથી કેટલાક લોકો અલ્લાહુ અકબરના પણ નારા લગાવી રહ્યા હતા. કેટલાક ઈઝરાયલી ઝંડાને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયા પોલીસે સિડનીના યહુદી સમુદાયને આ વિસ્તારમાંથી દુર રહેવાનું કહ્યું હતુ.તમને જણાવી દઈએ કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના આ જંગમાં અત્યારસુધીમાં અંદાજે 1100 લોકોના મૃત્યું થયા છે. ઈઝરાયલ અને હમાસ આતંકિયો વચ્ચે જંગ શરુ છે. બંન્ને તરફથી હુમલા શરુ થયા છે. આ જંગની શરુઆત આતંકીઓએ કરી હતી. ત્યારબાદ ઈઝરાયલે પલટવાર કર્યો હતો. ઈઝરાયલે હમાસ આતંકિયોના અનેક ઠેકાણાનો નાશ કર્યો હતો.
આંતકી સંગઠન હમાસે ગાજા પટ્ટી થી શનિવારના રોજ ઈઝરાયલ પર અચાનક હજારો રોકેટ છોડ્યા હતા. આ સિવાય હમાસના આંતકીઓ હવાઈ, જમીન અને સમુદ્ગી સરહદ પર જઈ નાગરિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક નાગરિકો માર્યા ગયા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:00 pm, Tue, 10 October 23