AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મેલોની-મોદીની ‘ચોકલેટી કેમિસ્ટ્રી’ ! આ 10 પોઇન્ટ પર બંને નેતાઓએ કરી ‘દિલચસ્પ ચર્ચા’

ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો હવે માત્ર મિત્રતા પૂરતા સીમિત નથી રહ્યા પરંતુ તે એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલાઈ ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીના ઇટાલી પ્રવાસ દરમિયાન, બંને દેશોના નેતાઓએ સંયુક્ત આર્ટિકલ દ્વારા આગામી વર્ષો માટે એક મોટું વિઝન રજૂ કર્યું છે.

Breaking News : મેલોની-મોદીની 'ચોકલેટી કેમિસ્ટ્રી' ! આ 10 પોઇન્ટ પર બંને નેતાઓએ કરી 'દિલચસ્પ ચર્ચા'
| Updated on: May 22, 2026 | 2:39 PM
Share

પીએમ નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારત-ઇટાલીના સંબંધોને લઈને એક મોટું તેમજ લાંબું વિઝન રજૂ કર્યું છે. બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે, હવે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. આવા સમયે ભારત-ઇટાલી માત્ર મિત્રો જ નહીં પરંતુ ટેકનોલોજી, વેપાર, સંરક્ષણ, ઊર્જા, એઆઈ (AI) અને વૈશ્વિક સુરક્ષામાં મજબૂત વ્યૂહાત્મક ભાગીદાર (સ્ટ્રેટેજિક પાર્ટનર) બનવા માંગે છે. એવામાં જ્યારે પીએમ મોદી એક મહત્વપૂર્ણ પ્રવાસે ઇટાલી પહોંચ્યા છે, ત્યારે બંને નેતાઓએ મળીને એક આર્ટિકલ (લેખ) લખ્યો છે અને તેમાં આવનારા વર્ષો માટેના કેટલાક મોટા લક્ષ્યો તેમજ યોજનાઓ વિશે જણાવ્યું છે.

01. ભારત-ઇટાલી સંબંધો હવે “સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ”

બંને નેતાઓએ જણાવ્યું છે કે, ભારત અને ઇટાલીના સંબંધો હવે માત્ર સારા સંબંધો પૂરતા સીમિત નથી રહ્યા. હવે આ ભાગીદારી લોકશાહી, આઝાદી, સમાન મૂલ્યો અને ભવિષ્યની વિચારધારા પર આધારિત એક ખાસ વ્યૂહાત્મક સંબંધ બની ચૂકી છે. તેમણે કહ્યું કે, બદલાતી દુનિયામાં બંને દેશો સાથે મળીને નવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માંગે છે.

02. દુનિયાના બદલાતા માહોલમાં સાથે કામ કરવા પર ભાર

આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, આજે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે. આવા સમયે ભારત અને ઇટાલી રાજકીય અને સંસ્થાકીય સ્તરે સતત વાતચીત કરી રહ્યા છે. બંને દેશો માને છે કે, 21મી સદીમાં એ જ દેશો આગળ વધશે, જે નવી ટેકનોલોજી અપનાવશે, ઊર્જાના પરિવર્તનને યોગ્ય રીતે સંભાળશે અને વ્યૂહાત્મક રીતે મજબૂત બનશે.

03. ભારતની સ્ટાર્ટઅપ તાકાત + ઇટાલીની ઇન્ડસ્ટ્રી તાકાત

બંને નેતાઓએ કહ્યું કે, ભારતની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા, એન્જિનિયરિંગ ટેલેન્ટ, મોટાપાયે ઉત્પાદન ક્ષમતા અને 100 થી વધુ યુનિકોર્ન તેમજ 2 લાખ સ્ટાર્ટઅપ્સની તાકાતને ઇટાલીની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને સુપરકોમ્પ્યુટર ક્ષમતા સાથે જોડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ માત્ર ભાગીદારી નથી પરંતુ “કો-ક્રિએશન” એટલે કે સાથે મળીને નવું મૂલ્ય (વેલ્યુ) ઊભું કરવાનું મોડલ હશે.

04. વેપાર અને રોકાણ વધારવાની મોટી યોજના

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વ્યાપાર કરાર)ને બંને દેશોએ એક મોટી તક ગણાવી છે. આ આર્ટિકલમાં ભારત અને ઇટાલીએ વર્ષ 2029 સુધીમાં 20 બિલિયન યુરોથી વધુના વ્યાપારનું લક્ષ્ય રાખ્યું છે. સાથે જ જણાવ્યું કે, સંરક્ષણ, એરોસ્પેસ, ક્લીન ટેકનોલોજી, મશીનરી, ઓટોમોબાઈલ પાર્ટ્સ, કેમિકલ્સ, દવાઓ, ટેક્સટાઈલ, ખેતી અને પ્રવાસન જેવા સેક્ટર્સ પર ખાસ ફોકસ રહેશે.

05. “મેક ઇન ઇન્ડિયા” અને “મેડ ઇન ઇટાલી”નો મેળાપ

આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, “મેડ ઇન ઇટાલી” દુનિયામાં ગુણવત્તાનું પ્રતીક માનવામાં આવે છે. “મેક ઇન ઇન્ડિયા” ભારતની મેન્યુફેક્ચરિંગ તાકાતને દર્શાવે છે. આવામાં બંને દેશોની કંપનીઓ હવે એકબીજાના દેશમાં ઝડપથી રોકાણ કરી રહી છે. હાલમાં બંને તરફ 1000 થી વધુ કંપનીઓ કાર્યરત છે, જેને એક સકારાત્મક સંકેત ગણાવવામાં આવ્યો છે. આનાથી સપ્લાય ચેઈન અને ઇન્ડસ્ટ્રી કનેક્શન વધુ મજબૂત બનશે.

06. AI અને નવી ટેકનોલોજી પર ખાસ ભાગીદારી

બંને નેતાઓએ જણાવ્યું કે, આવનારા દાયકાઓમાં એઆઈ (AI), ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ દુનિયા બદલી નાખશે. ભારતની ડિજિટલ તાકાત અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સને ઇટાલીની ઔદ્યોગિક કુશળતા સાથે જોડીને નવી ટેકનોલોજી પર કામ કરવામાં આવશે. યુનિવર્સિટીઓ અને રિસર્ચ સેન્ટરો વચ્ચેની ભાગીદારી પણ વધારવામાં આવશે.

07. માણસો માટે AI, લોકશાહીની વિરુદ્ધ નહીં

ભારત અને ઇટાલીનું માનવું છે કે, AI માણસોની મદદ માટે હોવું જોઈએ, નહીં કે લોકોના અધિકારો છીનવવા કે લોકશાહીને પ્રભાવિત કરવા માટે. ભારતના “માનવ” વિઝન અને ઇટાલીના “એલ્ગોર-એથિક્સ” મોડલનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, ટેકનોલોજી માનવીય ગરિમાની રક્ષા કરે. બંને દેશો ઈચ્છે છે કે, AIનો ફાયદો ખાસ કરીને ગ્લોબલ સાઉથના ગરીબ અને વિકાસશીલ દેશો સુધી પહોંચે.

08. સાયબર સુરક્ષા અને ડિજિટલ ભરોસા પર કામ

બંને દેશો સુરક્ષિત ડિજિટલ સિસ્ટમ, સાયબર સુરક્ષા, ડિજિટલ ટ્રેનિંગ અને મજબૂત સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાથે મળીને કામ કરશે. તેમનો હેતુ એવો ડિજિટલ માહોલ બનાવવાનો છે કે, જ્યાં દરેક દેશ સુરક્ષિત રીતે એઆઈ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે.

09. સ્પેસ, સંરક્ષણ અને સુરક્ષામાં નવી ભાગીદારી

ભારતની સ્પેસ ટેકનોલોજી અને ઇટાલીની એરોસ્પેસ એન્જિનિયરિંગને મિક્સ કરીને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના છે. આ સિવાય બંને દેશો સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક ટેકનોલોજી પર પણ સાથે કામ કરશે. આતંકવાદ, સાયબર ક્રાઇમ, ડ્રગ્સની તસ્કરી અને માનવ તસ્કરી જેવા જોખમો સામે સાથે મળીને લડવાની વાત કહેવામાં આવી છે.

10. IMEC અને ઊર્જા ભાગીદારી પર મોટો દાવ

છેલ્લે, ભારત-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC)ને બંને નેતાઓએ ભવિષ્યનો મોટો પ્રોજેક્ટ ગણાવ્યો છે. આ કોરિડોર ટ્રાન્સપોર્ટ, ઊર્જા, ડેટા નેટવર્ક અને સપ્લાય ચેઈનને જોડવાનું કામ કરશે. આ સાથે જ ભારત અને ઇટાલી ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા), સ્માર્ટ ગ્રીડ અને મજબૂત ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ સાથે કામ કરશે. બંને દેશોએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જેવી પહેલોને પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે.

PM Modi Italy Visit : રોમમાં PM મોદી અને જ્યોર્જિયા મેલોનીની મુલાકાત, જુઓ તસવીરો

Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
g clip-path="url(#clip0_868_265)">