બ્રિટનમાં લાખો મુસ્લિમો તેમની નાગરિકતા ગુમાવી શકે છે, ભારતીય મુસ્લિમો સામે પણ ખતરો

બ્રિટનના વર્તમાન કાયદા હેઠળ, બ્રિટિશ નાગરિકો તેમની રાષ્ટ્રીયતા ફક્ત ત્યારે જ ગુમાવી શકે છે, જ્યારે સરકાર નક્કી કરે કે તેઓ બીજા દેશમાં નાગરિકત્વ મેળવવા માટે હકદાર છે, પછી ભલે તેઓએ ક્યારેય તે દેશમાં રહેવાનું વિચાર્યું હોય કે પોતાને તે દેશના નાગરિક માનતા હોય.

બ્રિટનમાં લાખો મુસ્લિમો તેમની નાગરિકતા ગુમાવી શકે છે, ભારતીય મુસ્લિમો સામે પણ ખતરો
| Edited By: | Updated on: Dec 14, 2025 | 11:31 AM

બ્રિટનમાં નાગરિકત્વ છીનવી લેવા સંબંધિત નવી ગુપ્ત સત્તાઓ, લાખો મુસ્લિમોને તેમની નાગરિકતાથી વંચિત કરી શકે છે. બ્રિટનમાં લાખો મુસ્લિમોના માતાપિતા વિદેશમાં જન્મેલા છે. આવા મુસ્લિમો તેમની બ્રિટિશ નાગરિકતા ગુમાવી શકે છે. રિપ્રીવ અને રનિમેડ ટ્રસ્ટ નામના સંગઠનના અહેવાલમાં આ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે, બ્રિટિશ ગૃહ સચિવ શબાના મહમૂદને તેમની નાગરિકતા છીનવી લેવા માટે આપવામાં આવેલી સત્તાઓનો દુરુપયોગ થઈ શકે છે.

મિડલ ઇસ્ટ આઇના અહેવાલ અનુસાર, બ્રિટિશ નાગરિકત્વ છીનવી લેવાની સત્તાઓ “અતિશય અને ગુપ્ત” છે. ગુરુવારે પ્રકાશિત થયેલા એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે. ગૃહ સચિવ શબાનાના નિર્ણયને કારણે બ્રિટનમાં આશરે નવ મિલિયન એટલે કે 90 લાખ મુસ્લિમ લોકો, કે જે બ્રિટનની કુલ વસ્તીના 13 ટકા છે, તેઓ તેમની નાગરિકતા ગુમાવી શકે છે. આ અહેવાલથી મુસ્લિમ વસ્તીના મોટા વર્ગમાં વ્યાપક ચિંતા ફેલાઈ છે.

કાયદાનો દુરુપયોગ

રિપ્રીવ અને રનીમીડ ટ્રસ્ટ કહે છે કે, આ કાયદો દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકા સાથે જોડાયેલા નાગરિકોને લક્ષ્ય બનાવી શકે છે. બંને સંસ્થાઓએ ચેતવણી આપે છે કે, આ નાગરિકતા છીનવી લેવાનો કાયદો મુસ્લિમ સમુદાયો માટે નોંધપાત્ર ખતરો છે અને આ કાયદાથી અપ્રમાણસર રીતે પ્રભાવિત થઈ શકે છે.

મીડિયા અહેવાલ મુજબ, બ્રિટનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, સોમાલિયા, નાઇજીરીયા, ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર છે. નવો કાયદો નાગરિકતા માટે વંશીય ભેદભાવપૂર્ણ પ્રણાલી બનાવે છે. મુસ્લિમોનો બ્રિટનમાં રહેવાનો અધિકાર તેમની “ઓળખ” પર આધાર રાખે છે. બ્રિટિશ નાગરિકો માટે આ નથી.

રાજકારણ માટે ઉપયોગ

મિડલ ઇસ્ટ આઇએ, રિપ્રીવના માયા ફોઆને ટાંકિને રજૂ કરેવા અહેવાલમાં જણાવ્યું હતું કે, “પાછલી સરકારે રાજકીય લાભ માટે બ્રિટિશ ટ્રાફિકિંગ પીડિતોને તેમની નાગરિકતા છીનવી લીધી હતી. વર્તમાન સરકારે આ સત્તાઓનો વધુ વિસ્તાર કર્યો છે.” રનીમીડ ટ્રસ્ટના સીઈઓ શબનાએ જણાવ્યું હતું કે, હોમ ઓફિસના વિવેકબુદ્ધિથી નાગરિકતા રદ કરવી એ એક ભયાનક વલણ છે. જેને સંબોધિત કરવાની જરૂર છે.

રેપ્રિવ અને રનિમેડના વિશ્લેષણ દર્શાવે છે કે, ભારત ( 9, 84, 000 લોકો) અને પાકિસ્તાન ( 6, 79, 000 લોકો) ના લોકો, બાંગ્લાદેશ જેવા અન્ય એશિયન જૂથો સાથે, સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાગરિકત્વ રદ કરવાનો ઉપયોગ લાંબા સમયથી ફક્ત યુદ્ધના અપવાદરૂપ કિસ્સાઓમાં જ થતો હતો, પરંતુ છેલ્લા બે દાયકામાં તે સામાન્ય બની ગયું છે.

દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.