પાકિસ્તાનના (Pakistan) ઉત્તરીય શહેર સિયાલકોટમાં (Sialkot) રવિવારે મોટો વિસ્ફોટ થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. બ્લાસ્ટનો (Blast in Sialkot) અવાજ એટલો જોરદાર હતો કે પંજાબ પ્રાંતના કેન્ટોનમેન્ટ વિસ્તારની નજીક પણ સંભળાયો હતો. પાકિસ્તાન સ્થિત મીડિયા રિપોર્ટમાં જણાવ્યાનુસાર, ઉત્તર પાકિસ્તાનમાં સિયાલકોટ સૈન્ય મથક (Sialkot military base Blast) પર અનેક વિસ્ફોટ થયા છે. પ્રારંભિક સંકેતો છે કે તે દારૂગોળો સંગ્રહ વિસ્તાર છે. વિસ્ફોટ બાદ એક વિશાળ આગ સળગતી જોવા મળી રહી છે. બ્લાસ્ટ પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પડોશી દેશમાંથી અગાઉ પણ આવી જ ઘટનાઓ સામે આવી હતી. જો કે, અગાઉની ઘટનાઓમાં બલૂચ વિદ્રોહીઓએ સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે સિયાલકોટ મિલિટરી બેઝ કે જ્યા વિસ્ફોટ થયા હતા તે સિયાલકોટ કેન્ટ વિસ્તારમાં આવે છે, આ વિસ્તાર મુખ્ય શહેરને અડીને આવેલ છે. સિયાલકોટ કેન્ટ વિસ્તાર એ પાકિસ્તાનનો સૌથી જૂનો અને સૌથી મહત્વપૂર્ણ છાવણી વિસ્તાર છે. તેની સ્થાપના 1852માં બ્રિટિશ ભારતીય સેના દ્વારા કરવામાં આવી હતી. વિસ્ફોટ પછી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં મિલિટરી બેઝમાથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે.
Something is Happening in #Sialkot
Cant #Sialkot pic.twitter.com/UsZ97NhW7M— MariA RazAa (@RazaaMaria) March 20, 2022
અગાઉ, 2 માર્ચે, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ક્વેટામાં એક પોલીસ વાન પાસે વિસ્ફોટમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. આ હુમલો ક્વેટાના ફાતિમા જિન્નાહ રોડ પર થયો હતો અને ગુપ્ત માહિતી અનુસાર વિસ્ફોટમાં બેથી અઢી કિલોગ્રામ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ ઓપરેશન્સ, ફિદા હુસૈને મીડિયાને જણાવ્યું હતું કે સિટી પોલીસ સ્ટેશનની એક પોલીસ મોબાઈલ વાન આ વિસ્તારમાં હાજર હતી જ્યારે સાંજે લગભગ 7 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો હતો.
તેમણે કહ્યું હતું કે, અમને ખબર નથી કે બ્લાસ્ટ કેવી રીતે થયો. પરંતુ વિસ્ફોટમાં વ્યાપક નુકસાન થયું હતું, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા બે ડઝન લોકો ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ રેન્કના એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું પણ મૃત્યુ થયું હતું, જેઓ વાનમાં હાજર હતા. પાકિસ્તાનમાં આવી ઘટનાઓ હંમેશા જોવા મળે છે. જો કે, સિયાલકોટની ઘટના અંગે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે આતંકવાદી ઘટના હતી કે ભૂલથી અકસ્માત.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ