જુની તુટેલી ચમચીએ ચમકાવ્યું નસીબ, હરાજીમાં મળ્યાં 12 ગણાં ભાવ

|

Aug 03, 2021 | 9:33 PM

અમુક જુની વસ્તુઓ ખરીદવાનો શોખ રાતો-રાત માલામાલ બનાવી દેતો હોય છે. આવુ જ બન્યું છે લંડનના એક વ્યક્તિ સાથે. લંડનના એક વ્યક્તિએ રસ્તા ઉપરથી તૂટેલી જૂની ચમચી ખરીદી હતી. હરાજીમાં આ ચમચીના 12 ગણાં વધુ ભાવ મળ્યા હતા. બ્રિટીશ ટેબ્લોઈડ, ધ સનના અહેવાલ મુજબ આ માણસને જૂની અને તૂટેલી ચમચી ‘અદ્ભૂત’ લાગી અને તેને ખરીદી […]

જુની તુટેલી ચમચીએ ચમકાવ્યું નસીબ, હરાજીમાં મળ્યાં 12 ગણાં ભાવ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

અમુક જુની વસ્તુઓ ખરીદવાનો શોખ રાતો-રાત માલામાલ બનાવી દેતો હોય છે. આવુ જ બન્યું છે લંડનના એક વ્યક્તિ સાથે. લંડનના એક વ્યક્તિએ રસ્તા ઉપરથી તૂટેલી જૂની ચમચી ખરીદી હતી. હરાજીમાં આ ચમચીના 12 ગણાં વધુ ભાવ મળ્યા હતા. બ્રિટીશ ટેબ્લોઈડ, ધ સનના અહેવાલ મુજબ આ માણસને જૂની અને તૂટેલી ચમચી ‘અદ્ભૂત’ લાગી અને તેને ખરીદી અને 12 ગણા વધુ ભાવ મળતા આ વ્યક્તિનું નસીબ રાતોરાત ચમકી ઉઠ્યું. આ ખબર વાયુવેગે લોકોમાં પ્રસરી અને પસંદ પણ આવી.

 

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ વ્યકતિને પહેલેથી જ પ્રાચીન વસ્તુઓ ખરીદવાનો શોખ હતો. આ શોખના કારણે જ તેણે આ જૂની ચમચી 90 પૈસામાં ખરીદી. તેણે વિચાર્યું કે આ ચમચી કોઈ પ્રાચીન કિંમતી વસ્તુ છે. બાદમાં તેણે ક્રુકર્ન, સરમસેટના લોરેન્સ ઓક્શનર્સનો સંપર્ક કર્યો અને ચમચીની હરાજી માટે નોંધણી કરાવી. તે લોરેન્સ ઓક્શનર્સ તરફથી પુષ્ટિની રાહ જોઈ રહ્યો હતો. લોરેન્સ ઓક્શનર્સના ચાંદીના નિષ્ણાંત એલેક્સ બુચરે તપાસ કરી અને જાણવા મળ્યુ કે આ 5 ઈંચની ચમચી 13મી સદીના અંતની ચાંદીની ચમચી છે.

 

 

લોરેન્સ ઓક્શનર્સના લોકોએ ચમચી માટે રૂ. 51,712 રૂપિયા કિંમત અંદાજ આંક્યો. આ પછી ચમચી ઓનલાઈન હરાજી માટે મુકવામાં આવી અને ધીમે ધીમે હરાજીમાં તેની બોલી વધતી રહી. ચમચી માટે લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. હરાજીના અંતે ચમચી છેલ્લે 1,97,000 રૂપિયામાં વેચાઈ. એન્ટિક સ્પૂનની કિંમત ટેક્સ અને વધારાના ચાર્જ સાથે 2 લાખ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે.

 

 

ચમચી વિશે વાત કરતા એલેક્સ બુચરે કહ્યું કે શોધક ચાંદીમાં પારંગત નથી, પરંતુ કેટલાક લોકો શોખ તરીકે કાર બુટની હરાજીમાં જાય છે. તેણે આગળ જણાવતાં કહ્યું કે વેચનારે મને એક સુંદર ઈમેઈલ લખ્યો કે તે તેની પુત્રી સાથે ઓનલાઈન વેચાણ જોઈ રહ્યો હતો અને તેને માનવામાં પણ ન હતું આવતું કે ચમચી આટલી મોટી કીંમતમાં વેચાય છે.

 

સામાન્ય રીતે કેટલીક એન્ટીક વસ્તુઓ ખરીદવાનો કેટલાક લોકોનો શોખ હોય છે અને આ માટે તેઓ મોં માંગ્યો ભાવ આપવા તૈયાર થઈ જતા હોય છે. ઘણી વખત બોલીવુડ સ્ટાર્સ અને મોટા નેતાઓ પોતાની વસ્તુઓની હરાજી કરતાં હોય છે અને હરાજીમાં મળતી રકમને દાન કરતા હોય છે.

 

આ પણ વાંચો :  શું નાગરિકોને COVID-19 રસીના ત્રીજા અથવા બૂસ્ટર ડોઝની જરૂર પડશે? બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

 

આ પણ વાંચો : લાલ કિલ્લા પર ધ્વજવંદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ સાથે કરશે મુલાકાત

Next Article