Malala Yousafzai: નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ બર્મિંઘમમાં લગ્ન કર્યા, પરિવાર સાથે ફોટા શેર કર્યા

|

Nov 10, 2021 | 8:53 AM

24 વર્ષની મલાલાએ ટ્વિટર પર તેના લગ્નની તસવીરો શેર કરી અને લખ્યું કે તેણે પરિવાર સાથે એક નાનકડા સમારંભમાં અસર મલિક સાથે લગ્ન કર્યા

Malala Yousafzai: નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ બર્મિંઘમમાં લગ્ન કર્યા, પરિવાર સાથે ફોટા શેર કર્યા
Nobel laureate Malala Yousafzai got married in Birmingham

Follow us on

Malala Yousafzai:   નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા (Nobel Peace Prize Winner) અને કાર્યકર્તા મલાલા યુસુફઝાઈ (Malala Yousafzai)એ મંગળવારે લગ્ન કર્યાં. 24 વર્ષની મલાલાએ ટ્વિટર પર તેના લગ્નની તસવીરો શેર કરી અને લખ્યું કે તેણે પરિવાર સાથે એક નાનકડા સમારંભમાં અસર મલિક સાથે લગ્ન કર્યા. અસાર મલિક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના હાઈ પરફોર્મન્સ સેન્ટરના જનરલ મેનેજર છે. બંનેના લગ્ન યુનાઇટેડ કિંગડમના બર્મિંઘમ(Birmingham)માં થયા હતા. 

લગ્નની તસવીરો શેર કરતાં મલાલાએ મંગળવારે લખ્યું કે, આજનો દિવસ મારા જીવનનો સૌથી કિંમતી દિવસ છે. અસાર અને મેં જીવન સાથી બનવાની ગાંઠ બાંધી છે. અમે અમારા પરિવારો સાથે બર્મિંઘમમાં એક નાનો નિકાહ સમારોહ યોજ્યો હતો. અમને તમારી શુભેચ્છાઓ આપો. અમે બંને આગળની સફરમાં સાથે ચાલવા આતુર છીએ.” 

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

પાકિસ્તાનમાં કન્યા શિક્ષણની હિમાયતી મલાલા યુસુફઝાઈને દબાવવા માટે, 2012 માં તાલિબાનો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના માથામાં ગોળી મારીને તેની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાએથી ઘરે પરત ફરી રહેલી મલાલા પર આ હુમલો જીવલેણ હતો. બ્રિટનમાં લાંબી સારવાર બાદ તે સાજી થઈ ગઈ અને ફરી એક વાર તેણે પોતાનું અભિયાન શરૂ કર્યું. મલાલા નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર સૌથી નાની વયની છે. 

લગ્ન અંગે ટિપ્પણી કરવા માટે ધમકી આપી હતી

આ વર્ષે જૂનમાં મલાલા યુસુફઝાઈએ લગ્ન વિશે ટિપ્પણી કરી હતી, જે પછી તેને આત્મઘાતી હુમલામાં મારી નાખવાની અને હુમલો કરવાની ધમકીઓ મળી હતી. ‘વોગ’ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં યુસુફઝઈએ કહ્યું કે તેણીને ખાતરી નથી કે તે ક્યારેય લગ્ન કરશે કે નહીં. તેણે કહ્યું હતું કે, “મને હજુ પણ એ સમજાતું નથી કે લોકોએ લગ્ન શા માટે કરવા પડે છે. જો તમારે તમારા જીવનમાં એક વ્યક્તિ જોઈતી હોય, તો તમારે લગ્નના કાગળો પર સહી કરવાની શા માટે જરૂર છે, શા માટે તે ફક્ત ભાગીદારી ન હોઈ શકે?”

Published On - 7:50 am, Wed, 10 November 21

Next Article