Breaking News : એપ્સટિન ફાઇલ્સ કેસમાં મોટી કાર્યવાહી, બ્રિટનના કિંગ ચાલ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટનની ધરપકડ

જેફરી એપ્સટિન કેસમાં સંડોવણી બાદ, બ્રિટનના ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટનની પોલીસે ધરપકડ કરી હતી. તેમને સેન્ડ્રિંગહામ એસ્ટેટમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમના પર એપ્સટિનને સરકારી દસ્તાવેજો પૂરા પાડવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. થેમ્સ વેલી આ મામલાની તપાસ કરી રહી છે, અને અનેક સ્થળોએ જેફરી એપ્સટિન કેસને લગતી બાબતોની શોધખોળ ચાલુ છે.

Breaking News : એપ્સટિન ફાઇલ્સ કેસમાં મોટી કાર્યવાહી, બ્રિટનના કિંગ ચાલ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટનની ધરપકડ
| Edited By: | Updated on: Feb 19, 2026 | 4:29 PM

એપ્સટિન કેસમાં બ્રિટનના ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટનની સંડોવણી પછી આ વિશ્વની સૌથી મોટી કાર્યવાહી છે. બ્રિટનના કિંગ ચાર્લ્સના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટનની પોલીસે ધરપકડ કરી છે. બીબીસીના અહેવાલ અનુસાર, ગુરુવારે, બ્રિટિશ સ્પેશિયલ પોલીસે પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પર વુડ ફાર્મ ખાતે એન્ડ્રુની ધરપકડ કરી હતી. આઠ પોલીસ અધિકારીઓ તેમની ધરપકડ કરવા માટે સાદા વસ્ત્રોમાં પહોંચ્યા હતા. એન્ડ્રુ આજે 66 વર્ષના થયા છે.

એન્ડ્રુની ધરપકડ કેમ કરવામાં આવી?

તેના પર દોષિત જાતીય હુમલો કરનાર જેફરી એપ્સટિનને સરકારી દસ્તાવેજો પૂરા પાડવાનો આરોપ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એપ્સટિનને કયા ગુપ્ત દસ્તાવેજો આપવામાં આવ્યા હતા તે નક્કી કરવા માટે પોલીસ એન્ડ્રુની ધરપકડ કરીને જરૂરી પુછપરછ કરશે અને સંભવિત તેના નિવાસસ્થાને શંકાસ્પદ દસ્તાવેજોની તપાસ હાથ ધરશે.

ધરપકડ અંગે પોલીસનું સત્તાવાર નિવેદન

થેમ્સ વેલી પોલીસે જણાવ્યું છે કે, નોર્ફોકના આશરે 66 વર્ષના એક વ્યક્તિની તપાસના ભાગ રૂપે આજે (19 ફેબ્રુઆરી) ધરપકડ કરવામાં આવી છે. તેના પર તેના જાહેર પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. પોલીસ બર્કશાયર અને નોર્ફોકમાં પણ શોધખોળ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ હાલમાં કસ્ટડીમાં છે. કાયદા હેઠળ, તેનું નામ જાહેર કરવામાં આવશે નહીં. આ મામલો હાલમાં તપાસ હેઠળ છે, તેથી લોકોને સમાચાર પ્રકાશિત કરતી વખતે કોર્ટનો તિરસ્કાર ના કરવા વિનંતી કરવામાં આવે છે.

એન્ડ્રુ સામે શું આરોપ છે?

એપ્સટિન સેક્સ કૌભાંડમાં ફસાયા બાદ, એન્ડ્રુ જાહેર જીવનથી દૂર થઈ ગયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સમાં દાખલ કરાયેલા નાગરિક જાતીય શોષણ કેસમાં નામ આવ્યા બાદ તે વિવાદમાં ફસાઈ ગયો હતો. કોર્ટના દસ્તાવેજોમાં, વર્જિનિયા ગિફ્રે નામની એક મહિલાએ દાવો કર્યો હતો કે, તે સેક્સ ટ્રાફિકિંગનો ભોગ બની હતી. તેણીનો આરોપ છે કે, એપ્સટિન, 16 વર્ષની હતી ત્યારથી તેનું શોષણ કરતો હતો. એવો પણ આરોપ છે કે જેફ્રીએ તેણીને પ્રિન્સ એન્ડ્રુ સહિત પ્રભાવશાળી લોકો સાથે પરિચય કરાવ્યો હતો.

વર્જિનિયા ગિફ્રે દાવો કરે છે કે, પ્રિન્સ એન્ડ્રુએ તેણીના પર ત્રણ વખત જાતીય હુમલો કર્યો હતો જ્યારે તે સગીર હતી. તેણીએ એમ પણ લખ્યું છે કે. રાજકુમાર માનતા હતા કે તેની સાથે સેક્સ કરવું તેનો જન્મસિદ્ધ અધિકાર છે. જો કે, એન્ડ્રુ વર્ષોથી આ આરોપોને નકારી કાઢતો રહ્યો છે, અને દાવો કરે છે કે તે ક્યારેય તે મહિલાને મળ્યો નથી. 2011 માં બંનેનો સાથે ઉભેલો ફોટો જાહેરમાં પ્રકાશિત થયો હતો. 15 ફેબ્રુઆરી, 2022 ના રોજ, એવું બહાર આવ્યું કે, એન્ડ્રુ અને ગિફ્રેએ 12 મિલિયન યુરો માટે કોર્ટની બહાર સમાધાન કર્યું હતું.

 

બ્રિટનમાં લાખો મુસ્લિમો તેમની નાગરિકતા ગુમાવી શકે છે, ભારતીય મુસ્લિમો સામે પણ ખતરો

Published On - 4:07 pm, Thu, 19 February 26