London News : ગવર્નર મંગુભાઈ પટેલનું લંડનમાં ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી કરાયું સન્માન

London News : મધ્ય પ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ લંડનમાં બ્રિટિશ સંસદમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા આયોજિત સન્માન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. સમારોહમાં રાજ્યપાલ મંગુંભાઈ પટેલને ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે આ બાદ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓને વિશ્વભરમાં ઉત્કૃષ્ટ કાર્યોની ઓળખ અને દસ્તાવેજીકરણ માટેના સઘન પ્રયાસો બદલ અભિનંદન આપ્યા હતા.

London News : ગવર્નર મંગુભાઈ પટેલનું લંડનમાં ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી કરાયું સન્માન
| Edited By: | Updated on: Oct 23, 2023 | 8:16 PM

લંડનમાં ગવર્નર મંગુભાઈ પટેલને ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરમ્યાન રાજયપાલ મંગુભાઈ પટેલે કહ્યું કે ઉત્તમ અને અસાધારણ કાર્યની પ્રશંસા કરવી એ એક માત્ર માનવતાના વિકાસનો આધાર છે. માનવ જીવનની સુધારણા માટેના સકારાત્મક પ્રયાસો સાથે ઉત્તમ કાર્યોની કદર કરવી એ સમાજની જવાબદારી છે.

તેમના સંબોધાનમાં તેમણે કહ્યું કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા શ્રેષ્ઠતાને સન્માનિત કરવાની પહેલ એ માનવજાતની સુધારણા માટે શાંતિ અને સંવાદિતા માટેના પ્રયત્નોને મજબૂત કરવાનો પ્રશંસનીય પ્રયાસ છે.

લંડનમાં બ્રિટિશ સંસદમાં ગવર્નર મંગુભાઈ પટેલને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા યોજવામાં આવેલા ખાસ સન્માન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. આ સમારોહમાં રાજ્યપાલ મંગુંભાઈ પટેલને ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને રાજ્યપાલના પત્ની નર્મદાબેન પટેલ, કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  કેનેડાએ ભારતમાં પ્રસ્તાવિત વેપાર મિશનને રાખ્યું સ્થગિત, G-20 કોન્ફરન્સ પછી સામે આવ્યો ઘટનાક્રમ

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓને મંગુભાઈ પટેલની વિશ્વભરમાં ઉત્કૃષ્ટ કાર્યોની ઓળખ અને દસ્તાવેજીકરણ માટેના સઘન પ્રયાસોને લઈ અભિનંદન પાઠવવામા આપ્યા. ખાસ કરીને મંગુભાઇ પટેલે ઉપસ્થિત લોકોને અભિનંદન આપતા કહ્યું કે તેઓ ગરીબ અને વંચિત વર્ગના કલ્યાણ માટે વધુ સારા પ્રયાસો કરતા રહેશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:26 pm, Sat, 16 September 23