London News: શિવાજી મહારાજના વાઘ નખને લઈ Good News, 350 વર્ષ પછી ઈંગ્લેન્ડ ભારતને પરત કરશે

|

Oct 02, 2023 | 7:43 AM

જ્યારે બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલ ખાને 1659ના યુદ્ધમાં કપટથી શિવાજી મહારાજને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવાજી મહારાજે તેના વાઘના પંજાના હુમલાથી અફઝલને મારી નાખ્યો હતો. આ વાઘનો પંજો હાલમાં ઈંગ્લેન્ડના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે અને હવે તેને 350 વર્ષ પછી ભારત પરત લાવવામાં આવશે.

London News: શિવાજી મહારાજના વાઘ નખને લઈ Good News, 350 વર્ષ પછી ઈંગ્લેન્ડ ભારતને પરત કરશે

Follow us on

London News: છત્રપતિ શિવાજી મહારાજનું પ્રખ્યાત વાઘની નખ ‘વાઘ નો પંજો’ હથિયાર 350 વર્ષ બાદ બ્રિટનથી ભારત પરત લાવવામાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા 1659માં બીજાપુર સલ્તનતના જનરલ અફઝલ ખાનને હરાવવા અને દગો આપનાર અફઝલને હરાવવા માટે કરવામાં આવ્યો હતો. તે નવેમ્બરમાં લંડનથી મહારાષ્ટ્ર પરત આપવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ છે.

આ પણ વાંચો: Maharastra News : પુણેની બસમાં મુસાફરો માટે આવી નવી સુવિધા, મુસાફરોનુ ટેન્શન ઘટશે

આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે ત્રણ વર્ષની વાર્ષિક પ્રદર્શની શરૂ કરવામાં આવી રહ્યું છે અને આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાંથી વાઘના પંજાના હથિયારને પાછું લાવવામાં આવશે.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

મહારાષ્ટ્રના સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગંટીવાર મંગળવારે લંડન પહોંચશે. તે ત્યાં વાઘ નખ માટે મ્યુઝિયમ સાથે કરાર કરશે. આ મહિનાની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, “પ્રથમ તબક્કામાં અમે વાઘ નાખ લાવી રહ્યા છીએ. તેને નવેમ્બરમાં અહીં લાવવામાં આવશે.

તેમણે કહ્યું કે એવી અપેક્ષા છે કે વાઘ નખને દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજે આ જ નખથી અફઝલ ખાનને મારી નાખ્યો હતો.

પ્રતાપગઢના યુદ્ધને કારણે શિવાજીની ખ્યાતિ વધી

1659માં પ્રતાપગઢના યુદ્ધમાં મરાઠાઓનો વિજય એ મરાઠા સામ્રાજ્યની સ્થાપના માટે છત્રપતિ શિવાજીના અભિયાનમાં એક વળાંક હતો. સંખ્યા કરતાં વધુ હોવા છતાં, મરાઠાઓએ અફઝલ ખાનની આગેવાની હેઠળની આદિલશાહી સેનાને હરાવી, એક તેજસ્વી લશ્કરી વ્યૂહરચનાકાર તરીકે છત્રપતિ શિવાજીની પ્રતિષ્ઠા વધારી હતી.

મહારાષ્ટ્રના હાલના સતારા જિલ્લામાં પ્રતાપગઢ કિલ્લાની તળેટીમાં છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનને મારી નાખ્યો હતો. ઈતિહાસમાં વર્ણવેલ ઘટના મુજબ, અફઝલ ખાને શિવાજીને બોલાવીને કપટથી પીઠમાં છરો માર્યો હતો, પરંતુ શિવાજી મહારાજે ‘વાઘના પંજા’નો ઉપયોગ કરીને તેને મારી નાખ્યો હતો.

વાઘ નખની પ્રમાણિકતાને લઈ ચર્ચા

આ વર્ષે શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ પણ છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ‘વાઘ નાખ’ની સત્યતા પર ચર્ચા ચાલી રહી છે. ઈતિહાસ નિષ્ણાત ઈન્દ્રજીત સાવંતે કહ્યું છે કે મહારાજ શિવાજીએ તેનો ઉપયોગ કર્યો નથી.

તેમનું કહેવું છે કે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમની વેબસાઈટ અનુસાર છત્રપતિ શિવાજીએ વાઘના નખનો ઉપયોગ કર્યો ન હતો. તે તેનો સ્વીકાર કરતા નથી. બીજી તરફ, શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ પણ ‘વાઘ નખ’ની સત્યતા અને તેની પ્રામાણિકતા પર સવાલો ઉઠાવ્યા છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:36 am, Mon, 2 October 23

Next Article